125થી વધુ કરિયાવરની વસ્તુઓ અને 5 લાખની જીવનવીમા પોલીસી અપાઇ
મકનબાપા સેવાધામ ભાયાવદર અને ચાવડા-રાવરાણી પરિવાર દ્વારા મકનબાપા મંદિરની 25મી રજત જયંતી નિમિત્તે તા. 17મે રવિવારના રોજ ભાયાવદર (તા. કુકાવાવ જિલ્લો અમરેલી) ખાતે વાણંદ સમાજની 25 દિકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ભવ્યાતિ ભવ્ય સંપન્ન થયો હતો. આ તકે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, શરદ લાખાણી, ( માજી પ્રમુખ અમરેલી જિલ્લા પંચાયત) રામભાઈ સાનેપરા( માજી ચેરમેન બાંઘકામ સમિતી અમરેલી,વિજયભાઇ દેસાઇ ટઇંઙ પ્રમુખ , રજનીભાઇ બુંધેલીયા (આર વી ફર્નિચર ) ધર્મેશ પટેલ (શિવ કુંવરબા ટ્રસ્ટ અયોઘ્યાજી )તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહી તમામ સામાજીક આગેવાનોએ 25 નવદંપતીઓને સુખી દાંમ્પત્ય જીવન માટે આશીર્વચન પાઠવ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં દિકરીઓને 125થી વધારે વસ્તુઓનો કરિવાયર તેમજ 5 લાખની જીવનવીમા પોલીસી આપવામાં આવી હતી. તેમજ સમૂહ લગ્નોત્સવના દિવસે 8 હજારથી વધુ મહેમાનોએ ભોજન લીધું હતું. નાસીક ઢોલથી ભવ્ય રીતે જાનનું આગમન અને દિકરીઓની કોલ્ડ ફાયરથી એન્ટ્રી કરવામાં આવી હતી. જે અનોખુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બ્રાહ્મણો દ્વારા પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્રીજા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ તેમજ સમગ્ર આયોજનમાં યોગદાન આપેલ દાતાઓના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
