’વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) ધાર્મિક ઉત્સવોની સાથે સાથે શિક્ષણ અને સમાજસેવાનાં ઉત્તમ કાર્યો પણ નિરંતર થઈ રહ્યા છે. અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે, બહારગામથી રાજકોટમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ન પડે અને તેઓ ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તેવા શુભ આશયથી શ્રી બાલાજી હનુમાનજી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં અભ્યાસ કરવા માંગતા ધોરણ 9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા બિલકુલ ફ્રીમાં (નિ:શુલ્ક) કરવામાં આવી છે. આ હોસ્ટેલ રાજકોટની બરોબર મધ્યમાં અને મુખ્ય બસ સ્ટેન્ડ તેમજ સીટી બસ સ્ટેન્ડથી એકદમ નજીક આવેલી હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં પણ ખૂબ જ અનુકૂળતા રહેશે. મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન પ્રેરણાથી ચાલતા આ સેવાકીય પ્રકલ્પમાં ’વહેલા તે પહેલા’ના ધોરણે વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓ આ નિ:શુલ્ક સુવિધાનો લાભ લેવા માંગતા હોય, તેઓએ સત્વરે મોબાઈલ નંબર 9696196960 પર સંપર્ક કરી પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.
