કોર્ટના પરીસરથી ગેઇટ સુધી પુષ્પોની વર્ષા વચ્ચે વિદાય આપતા વકીલો
ક્લેઇમ બારના અગ્રણી એડવોકેટ દ્વારા રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટની બદલી થતા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ન થયું હોય, તેવું અદભુત વિદાય સન્માન સમારંભ કરવામાં આવેલ હતું
આ સન્માનમાં રાજકોટ બાર ઍસોસીએશનના પૂર્વ પ્રમુખ પરેશ મારુએ વી.કે. ભટ્ટના વ્યક્તિત્વનું વર્ણન કરી તેમને રોલ મોડલ ફોર જસ્ટિસ તરીકેનું બિરુદ આપેલ હતું અને અત્યાર સુધીમાં ઝડપી કેસ નિકાલ કરનાર ભટ્ટની કામગીરી અને કેસો ફેસલ કરવાની પદ્ધતિની છણાવટ કરેલ હતી
રાજકોટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ જે આર શાહએ પણ ભટ્ટએ કરેલી કેસના ઝડપી નિકાલ કામગીરીને બિરદાવેલ અને તેમની બદલી થતાં રાજકોટને મોટી ખોટ પડશે અને રાજકોટમાં 4400 કેસોનું ઝડપી ફેસલ કરવાની કામગીરી બિરદાવેલ હતી. વિદાય સમારંભમાં ભાવવિભોર થઈને જણાવેલ હતું કે, પોતે જજ ન હતા તે પહેલા વકીલ તરીકે સમાજની પરિસ્થિતિ જોયેલ છે અને જજમેન્ટ આપતી વખતે સમાજની પરિસ્થિતિનો વિચાર કરી માનવતાવાદી અભિગમ અપનાવીને લોકોને ન્યાય આપવાનું કાર્ય કરેલ છે. રાજકોટ કલેઇમ બારના વકીલો રાજેશ મહેતા, પંકજ સોઢા, સુનિલ સોમોઢા, નિકુંજ શુકલા, સુરૈયા ગુલફાર્મ, ભાવેશ મકવાણા, કરણ ગઢવી, ફારૂક મોદન, નાસીર મોદન, નિર્મલ વ્યાસ, કલ્પેશ નસીત, બિનલ રવેશિયા, મહેશ્વરી ચૌહાણ, અનિતા રાજવંશી સહિતના પ્રતિષ્ઠિત વકીલો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. આ વિદાય સન્માન સમારંભ ઐતિહાસિક બનાવવા માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપભાઇ પટેલએ આ સમારંભને સફળ બનાવવા માટે પ્રયત્નો કરેલ હતા.
