રાજકોટમાં 7.82 લાખના અફીણ સાથે પેડલર ઝડપાયો

વાંકાનેરના સ્પાલાપરની શોધખોળ

શહેરમાં નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ‘જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર એસ.ઓ.જીની ટીમને એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પી.આઈ. એન.બી. ચૌધરી સહિતની ટીમને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. કે હુડકો ચોકડીથી ખોખડદડ નદીના પુલ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા ’આપા ટી સ્ટોલ’ સામે એક ઈસમ માદક પદાર્થના જથ્થા સાથે ઊભો છે અને તે અહીં કોઈને ડિલિવરી આપવાની ફિરાકમાં છે. આ ચોક્કસ માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડીને સણોસરાના ઈદુભાઈ જીવાભાઈ ભુંડીયા (ઉવ 37)ને ઝડપી લઇ તેની સઘન તલાશી લેતા તેની પાસેથી રૂ.7,82,500નો 1.565 કિલોગ્રામ અફીણનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પકડમાં આવેલા ઈદુભાઈ ભુંડીયા પાસથી એક અલ્ટો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9,42,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઈદુએ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તે છેલ્લા છ મહિનાથી માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના આ કાળા કારોબારમાં સક્રિય હતો. તેણે ખુલાસો કર્યો કે તે વાંકાનેરના ઘનશ્ર્યામસિંહ ગોગાજી નામના શખ્સ પાસેથી આ અફીણનો જથ્થો લાવતો હતો અને રાજકોટ શહેરમાં છૂટક વેચાણ કરતો હતો. આરોપી અગાઉ ત્રણ વખત આ જ રીતે અફીણનો જથ્થો લાવીને સફળતાપૂર્વક વેચી ચૂક્યો હતો. આ તેની ચોથી ટ્રિપ હતી, જેમાં તે વાંકાનેરથી માલ લઈને પરત ફરતી વખતે એસઓજીના સકંજામાં આવી ગયો હતો.
આ સમગ્ર મામલે એસ.ઓ.જી. દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નશાના નેટવર્કમાં વાંકાનેરના સપ્લાયર ઘનશ્ર્યામસિંહની શું ભૂમિકા છે અને રાજકોટમાં આ અફીણ કોને સપ્લાય કરવાનું હતું, તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય નામો પણ સામે આવી શકે છે. એસ.ઓ.જી. શાખા ના પી.આઈ એન.બી.ચૌધરી, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઇ. અરૂણભાઇ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ, યોગરાજસિંહ, છત્રપાલસિંહ, અનોપસિંહ, વિરભદ્રસિંહ, અજયસિંહ , તથા ડ્રાઇવર નિર્મળસિંહ, નરેશભાઇએ કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ