લોધીકાના ઢોલરામાં પુત્રીને કામ ચીંધતા પ્રૌઢા ઉપર પતિ અને સંતાનોએ કર્યો હુમલો

સુરેન્દ્રનગરના યુવાનને રાજકોટમાં અજાણ્યા શખ્સોએ માર માર્યો

શહેરની ભાગોળે આવેલા ઢોલરા ગામે રહેતા પ્રોઢાને કામ સિંધવા મુદ્દે પતિ, પુત્ર અને પુત્રીએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રોઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા લોધિકાના ઢોલરા ગામે રહેતા પુષ્પાબેન મનસુખભાઈ સાગઠીયા નામના 50 વર્ષના પ્રોઢા રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે પતિ મનસુખભાઈ, પુત્ર પરાહ અને પુત્ર જૈમીની તેમજ સ્નેહાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પ્રોઢાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પુષ્પાબેને ઘર કામ કરવાનું કહેતા પુત્રીઓએ મારા પિતા કામનું નથી કહેતા તમે કેમ કામનું કહો છો તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સુરેન્દ્રનગરમાં આવેલા રતનપરમાં રહેતા આસિફ સિકંદરભાઈ ઉમર નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં કુવાડવા રોડ પર ઓડીના શોરૂૂમ પાસે હતો ત્યારે સંદીપ સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. આસિફ ઉમરને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ