રાજકોટમાં કોર્ટ મુદ્તે આવેલા પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયો

અલગ-અલગ બે સ્થળે પરિણીતા અને યુવાને જવલનશીલ પ્રવાહી ગટગટાવ્યું

શહેરમાં જામનગર રોડ ઉપર આવેલી નવી કોર્ટ ખાતે મુદતે આવેલા પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જયરાજ પ્લોટમાં રહેતા મનીષભાઈ રમણીકભાઈ મીરાણી નામના 49 વર્ષના પ્રૌઢ ગઈકાલે બપોરના અગિયારેક વાગ્યાના અરસામાં નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે મુદતે ગયા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમાં સંત કબીર રોડ પર આવેલા ખટારા સ્ટેન્ડ પાસે નેહાબેન નારદભાઈ મોરિયા નામની 27 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું.
જ્યારે બીજા બનાવમાં ખોડીયાર નગર પાર્કમાં રહેતા કિશન દિલુભાઈ બાવળા નામના 30 વર્ષના યુવાને મધરાત્રે કેકેવી ચોક નજીક બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. પરિણીતા અને યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ