પતરા ઉપર ચડી સીસીટીવી રીપેર કરતો યુવાન વીજ વાયરને અડી જતા શોક લાગ્યો
શાપર વેરાવળમાં રહેતો યુવાન દારૂૂના નશામાં આગાસી પરથી નીચે ખાબકયો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં રહેતો મહેન્દ્ર મદનભાઇ હેરવર નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં અગાસી ઉપર હતો ત્યારે દારૂૂના નશામાં અકસ્માત નીચે ખાબક્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં આવેલા નવલખી રોડ ઉપર રહેતો અશ્ર્વિન રમેશભાઇ ડાભી નામનો 22 વર્ષનો યુવાન ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ ગૌશાળામાં સીસીટીવી રીપેરીંગનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 66કેવીની લાઈનને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
