રાજકોટ દુધ સંઘનો નિર્ણય: દુધ ખરીદના ભાવમાં રૂા.20નો

પશુ પાલકોના હિતમાં મંડળનો નિર્ણય

દુધ સંઘ કિલો ફેટના રૂા.850 ચુકવશે

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા -સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની ઉનાળાની પરીસ્થીતી પશુઓની માવજત પાછળ થતા ખર્ચ સામે આ ભાવ વધારો પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબીત થશે. રાજકોટ ડેરીના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું કે હાલની પરીસ્થીતી વૈશ્વિક ઉદ્યોગ અને વેપાર માટે કદીન છે અને યુધ્ધના કારણે LPG, DISEL-OIL અને પેકીંગ મટિરિયલના ભાવમાં વધારો અને પરીવહન ખર્ચમાં પણ ખુબ વધારો થયો છે.
બીજી તરફ પશુઆહારમાં કાચા માલના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો થયો છે. આ તમામ પરીબળો અને વધતા ખર્ચ વચ્ચે પણ રાજકોટ ડેરી પશુપાલકોના હિતને પ્રથમ સ્થાન આપે છે. માટે દૂધના ખરીદ ભાવમાં હવે થી પ્રતિ કિલો ફેટે રૂા.20/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.850/-કરવા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.830/-ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. 21/05/2026 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા.850/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.845/- ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.

રિલેટેડ ન્યૂઝ