સાયબર ફ્રોડના ગુનામાં આરોપીના જામીન મંજુર

બેંક ખાતાની તપાસ કરતા 19.26 લાખનું ફ્રોડ કર્યાનું ખુલ્યું ’તુ

રાજકોટ સાઈબરક્રાઈમ પોલીસ સ્ટેશનમા નોંધાયેલા રૂૂ.19.26 લાખના સાયબર ફ્રોડના ગુનામા સંડોવાયેલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ ફરીયાદી જયપાલસીહ હરદેવસિંહ સોલંકી કે જેઓ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશના ફરજ બજાવે છે અને તેમની ફરજમાં સાયબર ક્રાઈમના ગુના બનતા અટકાવવા તથા સાયબર ફ્રોડથી મેળવેલ નાણાના ટ્રાનજેક્શન બાબતે તપાસ કરવી તથા આવા ટ્રાનજેક્શન ધ્યાનમાં આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગરની કચેરી ખાતેથી રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઈમેલ આવેલ અને બેન્ક એકાઉન્ટ, એટીએમ અને ચેકની આવેલી માહિતી આધારે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેની તપાસ કરતાં ઈન્ડસન્ડ બેન્કના એકાઉન્ટ સ્ટેટમેન્ટની વિગત મેળવતા તે એકાઉન્ટ ધારક રણજીતભાઈ જયંતીલાલ ખંડવી (રહે. મહાત્માગાંધી પ્લોટ, રાજકોટ)નું હોવાનું ખુલતા તેની તપાસમાં બેંક એકાઉન્ટ વિરૂૂધ્ધમાં અલગ અલગ રાજ્યમાં અરજી ફરિયાદો થયેલી જેમાં કુલ રૂૂ.19,26,500 જમા થયેલા અને મજકૂર બેંક એકાઉન્ટ ધારકની પૂછપરછ કરતા પોતાના મિત્ર હિરેન સોલંકી (રહે. રાજકોટ) મારફત ખાતામાં નાણા આવેલ અને બંને જણાએ બેંકમાંથી ચેક મારફત વિદ્રો કરેલ અને જે પેટે ખાતાધારકને રૂૂ.4,000 કમીશન મળેલ હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. જે કેસમાં નાણા સગેવગે કરવાના આરોપસર ઝડપાયેલા આરોપી ભાવિન મારખીભાઇ કરંગીયાએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત્ત થવા રાજકોટ સેસન્સ કોર્ટમા અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત્ત કરવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટના સાહિસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, નીમેશ વી. જાદવ, નિલેશભાઈ કે. તન્ના, દયા કે. છાયાણી અને પ્રહલાદસિંહ બી. ઝાલા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ