કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતો મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 22 અને 23મે2026ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન,તા. 22 મે, 2026 શુક્રવારના રોજ તેઓ ધોરાજી અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાંવિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં તેમની સાથે 75-ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
સાંજે 05:00 વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હોલ ખાતે પોરબંદર, રાજકોટ અને જુનાગઢ જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય મંત્રી સાથે પ્રદેશના ઔદ્યોગિક વિકાસ અને વેપાર-રોજગારને લગતા વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદયોજાશે. તેમજ તા.23/05ના રોજ સવારે 10:00 વાગ્યે રાજકોટની ડિવિઝનલ ઓફિસના કોઠી કમ્પાઉન્ડમાં આવેલા રેલવે જગજીવનરામ ઇન્સ્ટિટ્યૂટ ઉપસ્થિત રહીરેલવે વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણુંકપત્રો એનાયત કરશે.

રિલેટેડ ન્યૂઝ