રાજકોટ સિવિલમાં સુવિધાઓ મુદે અધિક્ષકે અધિકારી અને સ્ટાફને ઉધડો લીધો

સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન ખામીઓ સામે આવતા અપાઈ કડક સૂચના

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવા અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી હોસ્પિટલના અધિક્ષક ડો.મોનાલી માકડિયા દ્વારા અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓચિંતા નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં કેટલીક ખામીઓ સામે આવતા અધિક્ષકે અધિકારીઓ અને સ્ટાફનો ઉધડો લીધો હતો અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે તાકીદે પગલાં લેવા આદેશ આપ્યા હતા. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ડો.મોનાલી માકડિયા જ્યારે સોનોગ્રાફી વિભાગમાં પહોંચ્યા, ત્યારે ત્યાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે ગરમીની વચ્ચે દર્દીઓ અને તેમના સગાંઓને કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની સ્થિતિ જોઈને અધિક્ષક ભારે અકળાયા હતા. તેમણે ત્યાં હાજર સ્ટાફનેૉ ટોક્યો હતો અને સોનોગ્રાફીની પ્રક્રિયા ઝડપી બનાવવા તેમજ દર્દીઓનો વેઇટિંગ પિરિયડ ઘટાડવા માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવા કડક સૂચના આપી હતી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ખાસ પહીટવેવ વોર્ડથની પણ અધિક્ષકે મુલાકાત લીધી હતી. જયા હીટવેવના દર્દીઓ માટે જરૂૂરી તમામ ઈમરજન્સી દવાઓ, ઓઆરએસ અને આઈવી ફ્લૂઈડ્સનો પૂરતો સ્ટોક રાખવા જણાવ્યું હતું.
અકસ્માત કે અન્ય ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓ માટે ઈમરજન્સી વોર્ડમાં દવાઓ તેમજ પુરતા પ્રમાણમાં સ્ટ્રેચર અને વ્હીલચેરની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ રાખવા તાકીદ કરી હતી, જેથી દર્દીને લાવવામાં સેક્ધડોનો પણ વિલંબ ન થાય.હોસ્પિટલના ઓર્થોપેડિક (હાડકાના) વિભાગમાં ચાલી રહેલા રિનોવેશનના કામની પણ ડો. માકડિયાએ પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. ઓપરેશન થિયેટરનું કામ સમયસર પૂરું ન થવાને કારણે દર્દીઓના ઓપરેશનમાં વિલંબ ન થાય તે માટે, તેમણે ઙઈંઞના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે રિનોવેશનની બાકીની કામગીરી યુદ્ધના ધોરણે અને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
અધિક્ષકના આ સરપ્રાઈઝ રાઉન્ડને પગલે સિવિલ હોસ્પિટલના વહીવટી સ્ટાફ, તબીબો અને નર્સિંગ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આ ચેકિંગ બાદ હોસ્પિટલની વ્યવસ્થામાં સુધારો જોવા મળશે તેવી આશા દર્દીઓ રાખી રહ્યા છે.સરપ્રાઇઝ ચેકિંગ દરમ્યાન સીવિલ સર્જન ડો.મોનાલી માકડિયા સાથે આરએમઓ ડો. હર્ષદ દુશરા, નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ અને પીઆઇયુ વિભાગનો સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ ઉપરાંત સિવિલ હોસ્પિટલના એસઆઇ હાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ