સુરત અને અમદાવાદથી બે શખ્સો ઝડપાયા : હજુ ત્રણ ફરાર; રાજકોટમાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટી પાંચ દિવસના રિમાન્ડ પર

શહેરમાં 14 વર્ષની સગીરાને તેની જ સગીર વયની બહેનપણીએ અલગ અલગ છોકરાઓ સાથે સંપર્ક કરાવ્યા બાદ આ છોકરાઓએ આ સગીરાને ઘરે, હોટેલમાં અને કારમાં લઈ જઈ જઈ સામુહિક દૂષ્કર્મ આચર્યાની ઘટનામાં ભક્તિનગર પોલીસે અગાઉ બે સગીર સહિત પાંચની ધરપકડ કર્યા બાદ વધુ બે આરોપીઓને સુરત અને અમદાવાદથી પકડી લીધા છે. અગાઉ પકડાયેલા ત્રણના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. ભોગ બનનાર બાળાને તેની જ એક સગીર બહેનપણીએ મોબાઈલ ફોન આપ્યો હતો. બાદમાં એક શખ્સે તેણીને સીમ કાર્ડ આપ્યું હતું. આપછી સગીર વયની સખીએ અલગ અલગ છોકરાઓ સાથે આ સગીરાનો પરિચય કરાવ્યો હતો. ફ્રેન્ડશીપના બહાને અલગ અલગ શખ્સોએ આ સગીરાને ઘરે, હોટેલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કારમાં પણ તેની સાથે ત્રણ શખ્સોએ વારાફરતી બળજબરી આચરી હતી. આ ગુનામાં નકલી પોલીસ બની લૂંટ કરવામાં સામેલ પોપટપરાનો નામચીન મિહીર કુગશીયા, વોર્ડન ધવલ રાઠોડ સહિતનાસામેલ હોઈ પોલીસે સગીર વયનીબહેનપણી સહિત 8 વિરૂૂધ્ધ પોક્સો, ગેંગરેપ, ધાધમકીનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અગાઉ મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.22-રહે. પોપટપરા-5 રામજી મંદિર પાસે), ધવલ રાજેશભાઈ રાઠોડ (ઉ.વ.24-રહે. કોઠારીયા રોડ મેહુલનગર-8, ચામુંડા આશિષ મકાન), સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઈ ઝરા (ઉ.વ.24-રહે. આઝાદ ચોક બાબા પાનવાળી શેરી, જંગલેશ્ર્વર 33/34)ને તથા બે સગીર મળી પાંચને પકડી લીધા હતાં. સગીર સિવાયના ત્રણને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મિહીર સહિત ત્રણના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. વધુ બે આરોપીઓ અબ્દુલરજાક જુમાભાઈ ઠેબા (ઉ.વ.22-રહે. જંગલેશ્ર્વર-29, તવક્કલ ચોક) તથા સાહિલ ઉર્ફે ડેવીલ હમીરભાઈ નારેજા (ઉ.વ.21-રહે. રસુલપરા-17, રોશની મેડીકલવાળી શેરી, કોઠારીયા સોલવન્ટ)ને અમદાવાદ, સુરતથી ઝડપી લેવાયા છે. ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઈ જે. ડી. પરમાર, એએસઆઈ નિલેષભાઈ મકવાણા અને ટીમ વધુ તપાસ કરે છે.

રિલેટેડ ન્યૂઝ