લોનની ભરપાઇ કરવા આવેલા ચેક રિટર્ન થતા ફરીયાદ દાખલ થઇ તી
રાજકોટ શહેરની શ્રી સદગુરુ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાંથી સભાસદ દરજ્જે લીધેલી લોન ચૂકવવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે લોનધારક મહિલા સહિત બે ડીફોલ્ડર એક- એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા મીનાબેન યોગેશભાઈ થાડેશ્ર્વર અને ભાર્ગવ બાબુભાઈ ચૌહાણએ શ્રી સદગુરુ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી સભાસદ દરજ્જે લોન લીધી હતી. જે લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ મંડળીના એડવોકેટની દલીલો અને રજુ રાખેલા દસ્તાવેજી પુરાવાઓ અને વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લઈ એડી. ચીફ જયુડી મેજી. જજ જે.એ.પટેલને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદ તથા ચેક મુજબની રકમ સમય મર્યાદામાં ન ચુકવે તો મીનાબેન થાળેશ્ર્વર ને બે માસની સજા અને ભાર્ગવ ચૌહાણને છ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરીયાદી વતી એડવોકેટ તરીકે દિવ્યેશ એ. રૂૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડિયા તથા ધર્મીલ વી. પોપટ રોકાયેલ હતા.
