સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 5,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 25,200, જી 10 34,500, જી20 32,500 અને ટીજે 37 34,000 ઉપર જણાતા હતા. જ્યારે સિંગખોળ રૂ.45,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ આજે 15 કિગ્રા ટીન 2720 – 2780, 13 કિગ્રા લેબલ ટીન 2420 – 2680, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2610 – 2650, 13 કિગ્રા નવા ટીન 2350- 2370 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2140 – 2180, પામોલિન તેલ રૂ. 2380 – 2385, કોપરેલ 4000 – 4100, દિવેલ 2270 – 2290, કોર્ન 2180 – 2200, મસ્ટર્ડ ઓઇલ 2340 – 2370 અને સન ફલાવરના ભાવ 2470 – 2490 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં પ્રમાણમાં વધઘટ જણાતી હતી. દિવેલના ભાવ 1343 – 1353 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 2,900 થી 3,000 ગુણીની આવક હતી જેના ભાવ 1270 થી 1320 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 1,05,000 થી 1,10,000 ગુણીની આવક હતી જેના ભાવ 1290 થી 1330 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1342, કડી 1335 – 1340, કંડલા 1325 – 1330, શાપુર 1340 – 1345 અને ગિરનારના ભાવ 1335- 1340 ઉપર જોવા મળ્યા છે.
