રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં ત્રણ લોથ ઢળી

જસદણના જીવાપરમાં જુની અદાવતમાં યુવક, ગોંડલમાં દારૂડીયા શખ્સે નિંદ્રાધીન પ્રૌઢ અને પડધરીના ખાખરાબેલામાં પોલીસ ફરીયાદના સમાધાન મુદ્દે યુવકની હત્યા

રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે જૂની અદાવતમાં યુપી બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 24 કલાકમાં રાજકોટ પંથકમાં જુદા જુદા ત્રણ સ્થળે ખુની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં જસદણનાં જીવાપર ગામે યુવાન, પડધરીના ખાખરાબેલા ગામે રિકવરી એજન્ટ અને ગોંડલમાં ૌઢનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યાની ત્રણેય ઘટનાને અંજામ આપના હત્યારાઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતો અરવિંદ લાખાભાઈ રાઠોડ નામનો 38 વર્ષનો યુવાન સાંજના સમયે ગામના ચોરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હરેશ કોળી નામના શખ્સે માથામાં સળીયાનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદ રાઠોડે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જાહેર સ્થળે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જીવાપર ગામે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક અરવિંદ સાથળિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ જેન્તીભાઈ શેખ (ઉ.45) પોતાના ઘરની બાજુમાં સુતા હતાં ત્યારે મધરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં વિશાલ સહિતના શખ્સોએ ધસી આવી નિંદ્રાધીન નિલેશભાઈ શેખ ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢ ત્રણ ભાઈ બે બહેનમાં મોટા છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. નિંદ્રાધીન નિલેશભાઈ ઉપર નશેડી શખ્સોએ હુમલો કરી ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં પડધરીના ખાખરાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ. 40) નામના યુવાન પર રાત્રીના અજાણ્યા શખસોએ ખાખરાાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર લઇને ઉભા હતાં ત્યારે છરીના આડેધડ ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવરાજસિંહે વર્ષ 2024 માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા અને અજયસિંહ વિરૂૂધ્ધ દુષ્કર્મ પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વખતો વખત મૃતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોઇ જે બાબતનો ખાર રાખી હત્યા કરાવમાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ