કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં અદ્યતન આધારસેવા કેન્દ્રનો પ્રારંભ : સાંસદ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન

ભારત સરકાર દ્વારા રાજકોટમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા આધાર સેવા કેન્દ્રનો આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે થયો હતો. તેમણે તેમનો આધારકાર્ડ બાયોમેટ્રીક અપડેટ કરાવ્યું હતું. શહેરમાં પ્રથમ આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે, લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા જણાવ્યું હતું કે, રાજકોટમાં આધાર સંબંધીત લોકોના કોઈ પ્રશ્ર્નો હોય તો તે ઘર આંગણે જ મળી રહે તે માટે આધાર સેવા કેન્દ્રનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે બદલ શુભકામના પાઠવું છું. ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે આધાર કાર્ડની જરૂરિયાત થઈ ગઈ છે. આધાર કાર્ડ નાગરિકોને રોજબરોજના કામકાજમાં ઉપયોગમાં આવતું થઈ ગયું છે. જેમાં આધારકાર્ડ નવું બનાવવા, નવું બનાવવા તેમજ અન્ય કોઈ અપગ્રેડેશન કરવા માટેના પ્રશ્ર્નો અંગે હવે આ કેન્દ્રના માધ્યમથી શરૂ થઈ શકશે તેવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું. રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ આધારકાર્ડ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને વિનંતી કરું છું કે લોકોના પ્રશ્ર્નોને સમજી તેને ઉકેલવામાં મદદરૂપ થાય. શહેરના ઢેબર રોડ ઉપર શ્રમજીવી કોમ્યુનિટી હોલની બાજુમાં પ્રગતિ પ્લાઝા ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે. આ કેન્દ્ર દરરોજ સવારે 9.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ પ્રસંગે જોનલ મેનેજર મિનષ હાવડકર, મેડમ અર્ચના અને જેમીસભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ