રાજકોટમાં જુદા જુદા બે સ્થળે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

કપાત કરાવનારનું નામ ખુલતા પોલીસે ઝડપી લેવા ચક્રો કર્યા ગતિમાન

હાલમાં આઇપીએલ ટી-20 ક્રિકેટ ટૂનામેન્ટ ચાલી રહી છે. જેમા ક્રિકેટ સટ્ટો રમતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સૂચનાથી પોલીસે શહેરમાં ગોકુલધામ અને પેડક રોડ પર બે દરોડા પાડી સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે કપાત કરાવનાર એક શખ્સનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા અને ધારાભાઈ વાનરીયાને પેડક રોડ, ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નં.1 ના ખુણે મેક્સ હેર સલુન દુકાનની પાસે એક શખ્સ પોતાના મોબાઈલ ફોન દ્વારા અન્ય વ્યક્તિ સાથે ફોન ઉપર ક્રિકેટ મેચના રૂૂપીયાની હારજીતના સોદાઓ કરે છે, તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતા પોતાનું નામ પ્રસાદપુરી શંકરપુરી ગોસ્વામી (ઉ.વ.47, ધંધો.વેપાર રહે, રાજારામ સોસાયટી શેરી નં.5, મહેશનગર-1, સંતકબીર રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે તે શખ્સ પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તેમાં આંકડાઓ લખેલ જોવા મળતાં હોય જે બાબતે પુછતા ગુજરાત અને ચેન્નઈની આઈ.પી.એલ. ટી-20 ક્રિકેટ મેચમાં સેસન ઉપર જુગારના સોદાઓ સચીન ઉર્ફે લાલ સંજય વાઢીયાને ફોન દ્વારા લખાવતો હોવાની કબૂલાત આપતાં તે શખ્સની ધરપકડ કરી લાઈન પર જુગાર રમાડતાં શખ્સની શોધખોળ આદરી હતી. બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ યશવંતભાઈ ભગત, હેડ કોન્સ્ટેબલ કરણભાઇ કોઠીવાળ અને કોન્સ્ટેબલ સંજયભાઇ અલગોતરને 150 ફૂટ રીગ રોડ ગોકુલધામ મે.રોડ સખીયા નગર શેરી નં.01 બેકબોન ઇન્ડસ્ટ્રીઝ વાળી શેરી જાહેરમા એક શખ્સ મોબાઇલ ફોનમાં આઈડીમાં ક્રિકેટમાં ઓનલાઈન જુગાર રમે છે તેવું મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતાં પોતાનું નામ હર્ષિલ જયેશ પડારીયા (ઉ.વ.24 ધંધો.કારખાનુ, રહે. 150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક માધવ વાટિકા સોસાયટી શેરી નં.01) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલ ફોનમાં તપાસ કરતાં તેમાં વિન અડ્ડા એપમાં હાલમાં ચાલી રહેલ આઈપીએલ સિરીઝની ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાતી મેચમા જુગારના ઓનલાઇન સોદાઓ કરેલ હોવાનું સામે આવતાં તે શખ્સની ધરપકડ કરી આઈડી આપનાર બુકી અંગે તપાસ આદરી હતી.

રિલેટેડ ન્યૂઝ