ખેરવા ગામે મજુરે વાડી માલીક ઉપર ધોકા વડે કર્યો હુમલો
શહેરમાં અક્ષરવાટીકામાં રહેતી પરિણીતા સાથે પાણી ભરવા બાબતે પાડોશી શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અક્ષરવાટીકામાં રહેતી જયોતીબેન આશિષભાઈ રેણુકા નામની 24 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પાણી ભરવા મુદ્દે પાડોશમાં રહેતાં રાજુભાઈ અને અલ્પેશભાઈ સહિતનાં શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા વાંકાનેરના ખેરવા ગામે રહેતાં પ્રવિણસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.52)એ પોતાની વાડીમાં ખેતી કામ કરતાં રતન બારૈયાને કેટલું વાવેતર કર્યુ ? તે અંગે પુછપરછ કરતાં રતન બારૈયાએ ઉશ્કેરાઈ જઈ વાડી માલિક પ્રવિણસિંહ ઝાલાને ધોકા વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
