પેન્ક્રિઆસના કેન્સર જેવી જટિલ બીમારીઓ માટે હવે દર્દીઓને મેટ્રો શહેરોમાં જવાની જરૂર નથી. રાજકોટમાં જ અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા સફળ સારવાર શક્ય બની રહી છે.
તાજેતરમાં 72 વર્ષના એક દર્દી ભુખમાં ઘટાડો અને શરીરમાં સામાન્ય દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા. તપાસ દરમ્યાન તેમને પેન્ક્રિઆસનું કેન્સર (એમ્પ્યુલરી માસ) હોવાનું નિદાન થયું, જેમાં ઠવશાાહય સર્જરી જરૂરી હતી જે પેટની સૌથી જટિલ સર્જરીમાંની એક માનવામાં આવે છે.
આ કેસમાં સર્જરી ડો. પ્રશાંત વણઝાર અને ડો. હિમાંશુ કોયાણી દ્વારા ટોટલ લેપ્રોસ્કોપિક ઠવશાાહય સર્જરી પદ્ધતિથી સફળતાપૂર્વક કરવામાં આવી. આ અદ્યતન પદ્ધતિમાં ઈંઈૠ-લીશમયમ શળફલશક્ષલ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાના ચીરા દ્વારા ચોક્કસ અને સલામત રીતે ટ્યુમર દૂર કરવામાં આવ્યો અને આસપાસના સ્વસ્થ ટીસ્યુને બચાવવામાં આવ્યા.
પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં આ પદ્ધતિમાં ઓછો દુખાવો, ઓછું બ્લીડિંગ અને ઝડપી સ્વસ્થતા મળે છે. સમગ્ર સર્જરી લેપ્રોસ્કોપિક રીતે પૂર્ણ કરવામાં આવી અને માત્ર નાનો ચીરો તાયભશળયક્ષ કાઢવા માટે રાખવામાં આવ્યો.
