રીઅલ્ટર વેલ્ફેર એસો. અને રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

શહેરની અગ્રણી સેવાકીય સંસ્થા Rotary Club of Rajkot Prime તથા RealtorWelfare Association of Rajkot – NAR“ના સંયુક્ત ઉપક્રમે તા. 17 મે, રવિવારના રોજ રાજકોટ રેસકોર્સ સ્થિત લાઈફ બિલ્ડીંગ ખાતે મહા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 75થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી માનવસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાનના સંદેશ સાથે આયોજક સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઘણા લોકો પોતે રક્તદાન ન કરી શકતા હોવા છતાં પોતાના મિત્રો, સગાસંબંધીઓ અને સામાજિક નેટવર્ક મારફતે અન્ય લોકોને પ્રેરણા આપી આ સેવાયજ્ઞને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.
પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કેમ્પમાં ઉપસ્થિત રક્તદાતાઓને કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ આવકાર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છઠઅછ ના પ્રમુખ અશ્વિનભાઈ ઉનડક્ટ સેક્રેટરી ભરતભાઈ વાગડીયા પ્રોજેક્ટ ચેર કમલેશ કાનાબાર મેહુલભાઈ નાથવાણી, જૈમિત નાથવાણી તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત છજ્ઞફિિું ઈહીબ જ્ઞર છફષસજ્ઞિં ઙશિળય ના પ્રમુખ નિહાર ચાંદારાણા સેક્રેટરી મેહુલ પરમાર જેનીશ પડિયા રક્ષિતમેનપરા, તુષાર સીમરિયા, સહિતના સભ્યોએ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ