એ તો પ્રથમ ભારે વરસાદમાં જ ખબર પડશે કે કાગળ પર વોંકળા કેટલા સાફ થયા?
3526 ટન કચરો વોંકળામાંથી નીકળ્યાના આંકડા કાગળ પર ‘પ્રસિધ્ધ’ કરાયા
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી સિઝન પૂર્વે વોંકળા સફાઈ કામગીરી યુદ્ધસ્તરરે ચાલી રહી છે. શહેરના કુલ 63 વોંકળામાંથી અત્યાચર સુધી 41 વોંકળાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવતા અંદાજીત 3પર6 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યોો છે.
આ કામગીરી દરમિયાન હજારો મીટર લંબાઈ સુધી સફાઈ કરવામાં આવી છે તેમજ મોટી માત્રામાં કચરો અને ગાદ કાઢવામાં આવી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે બાકી રહેલા તમામ વોંકળાની સફાઈ કામગીરી 15 જૂન પહેલા પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાં ટાળી શકાય.
આ અંગે સોલીડ વેસ્ટિ શાખામાથી જાણવા મળતી વિગત મુજબ શહેરના વિસ્તાકરમાં 1 એપ્રિલની ર1 મે સુધીમાં સેન્ટ્રીલ, ઇસ્ટ તથા વેસ્ટળ ઝોનના નાના, મોટા 30 વોંકળાની સફાઇ કરવામાં આવી છે. જેમાં ઇસ્ટર ઝોનમાં નાના વોંકળા 13, પ મોટા વોંકળા માથી 166ર ટન, મધ્ય ઝોનમાં 8 નાના, 7 મોટા માંથી 1ર34 ટન તથા વેસ્ટો ઝોનમાં 4 નાના, પ મોટા વોંકળામાંથી 630 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યોે છે.
