રાજકોટમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા નસેડી પતિનો છરી વડે હુમલો

અન્ય ઘટનામાં પત્નીએ પતિને માર માર્યો

શહેરમાં મોરબી રોડ પર આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિને દારૂૂ પીવાની ના પાડતા નસેડી પતિએ ઉશ્ર્કેરાય જઇ પત્નીને છરીનો ઘા ઝીંકી દીધો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર હડાળા અને કાગદડી ગામ વચ્ચે આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી પદ્માબેન કરણભાઈ ભંડારી નામની 41 વર્ષની નેપાળી પરિણીતા રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતી ત્યારે તેના પતિએ મિયાણાવાસમાં પત્નીએ પતિને ઢીકા-પાટુનો માર માર્યો રીસામણે આવતી પુત્રી સાથે રસ્તામાં રકઝક થતા માતાએ કર્યો એસિડ એટેક છરી વડે હુમલો કરી પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. પદ્માબેન ભંડારીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમા પદ્માબેન ભંડારી મૂળ નેપાળના વતની છે અને તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પદ્માબેન ભંડારીના પતિ કરણભાઈ ભંડારી જેસીબીનો ઓપરેટર છે અને દારૂૂ પીવાની કુટેવ ધરાવે છે. પદ્માબેન ભંડારીએ દારૂૂ પીવાની ના પાડતા પતિ કરણભાઈ ભંડેરીયા છરીનો ઘા ઝીંકી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પોપટપરા વિસ્તારમાં આવેલા મિયાણાવાસમાં રહેતા મેહુલ ભગવાનજીભાઈ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે તેની પત્નીએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. મેહુલભાઈને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ