રાજકોટમાં વેપારી મામા-ભાણેજ ઉપર ચાર શખ્સોનો હુમલો: દુકાનમાં તોડફોડ


દુકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે કહી ઓનલાઈન પૈસા પડાવ્યાની ફરિયાદ

રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે એક બનાવમાં દુકાન ચલાવવાના બદલામાં પૈસાની માંગણી કરી, વેપારીને માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની છે. આ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં તા. 26 મે 2026 ના રોજ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ગંભીર મામલે ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદી જયેશભાઈ ઉર્ફે લાલો ઈન્દુભાઈ કવાતર (ઉ.વ. 36), જેઓ 80 ફુટ રોડ અમુલ સર્કલ નજીક સરવૈયા હોલ પાસે મોમાઈ પાન અને ટી સ્ટોલનામની દુકાન ચલાવે છે, તેમના ભાણેજ કિશનભાઈ રઘાભાઈ ડાભી દુકાને હાજર હતા ત્યારે આ ઘટનાની શરૂઆત થઈ હતી. તા.24 મે, 2026 ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી મંદિરે ગયા હતા ત્યારે આરોપી મોહિત ઉર્ફે બંની સુરેશભાઈ પરમાર દુકાને આવ્યો હતો અને ભાણેજ સાથે બોલાચાલી કરીને ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીએ ઝપાઝપી કરી દુકાનમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું અને એવી ધમકી આપી હતી કે જો અહીંયા દુકાન ચલાવવી હોય તો તેને દરરોજ પૈસા આપવા પડશે.
આ ઘટના બાદ રાત્રે ત્રણેક વાગ્યે મુખ્ય આરોપી મોહિતે ફરિયાદીને ફોન કરીને સમાધાનના બહાને 80 ફુટ રોડ, આંબેડકરનગર શેરી નં-13 ના ખુણે આવેલી – ગરીમા પાનની દુકાન પાસે બોલાવ્યા હતા. ફરિયાદી જયેશભાઈ જ્યારે તેમના – ભાણેજ કિશનભાઈ અને પાડોશી વેપારી અર્જુનભાઈ ડાંગર સાથે ત્યાં ગયા ત્યારે ત્યાં મોહિત પરમાર ઉપરાંત અજય કિરીટભાઈ ગોહેલ, હિતેન ઉર્ફે ઢબો – કીરીટભાઈ ગોહેલ અને સુજલ સંજયભાઈ – બથવાર હાજર હતા. આરોપી મોહિતે પોતે અગાઉ મર્ડરના કેસમાં જેલમાં ગયો – હોવાની અને તારું મર્ડર કરતા વાર નહીં – લાગે તેવી ધમકી આપીને ફરિયાદી પાસે બળજબરીથી 1200 રૂપિયાની માંગણી – કરી હતી અને જો પૈસા ન આપે તો પતાવી – દેવાની ધમકી આપી હતી. ડરી ગયેલા – ફરિયાદીએ પોતાના મોબાઈલમાંથી – ઓનલાઈન પેટીએમ મારફતે યુપીઆઈ – આઈડી પર 1200 રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. પૈસા લીધા બાદ પણ ચારેય – આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના ભાણેજ કિશનને પકડી રાખી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. જ્યારે ફરિયાદી અને અન્ય સાહેદ તેમને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો અને પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.આ ઘટનાના બીજા દિવસે એટલે કે તા. 25 મે 2026 ના રોજ બપોરે દોઢેક વાગ્યે પણ આરોપી મોહિતે ફરીથી દુકાને આવી ફરિયાદીના ભાણેજ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. અંતે કંટાળીને અને ભયમુક્ત થઈને ફરિયાદી જયેશભાઈએ તેમના ભાઈ અને સાહેદો સાથે રૂબરૂ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને ચારેય આરોપીઓ (1. મોહિત ઉર્ફે બંની સુરેશભાઈ પરમાર, 2. અજય કિરીટભાઈ ગોહેલ, 3. હિતેન ઉર્ફે ઢબો કીરીટભાઈ ગોહેલ, અને 4. સુજલ સંજયભાઈ બથવાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) 2023 ની કલમ 54, 115(2), 308(5), 324(2), 351(3) અને 352 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઈન્સપેકટર મોહનભાઈ સુમારભાઈ મહેશ્વરીને સોંપવામાં આવી છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ