રાજકોટ: ડો. રાજવી જિતેન્દ્ર અમલાણીને એમ.ડી. સાયકિયાટ્રીમાં ગોલ્ડ મેડલ

ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યું
રાજકોટની પ્રતિભાશાળી યુવા ડોક્ટર ડો. રાજવી જિતેન્દ્ર અમલાણીએ દેશની અગ્રણી મેડિકલ સંસ્થા કસ્તુરબા મેડિકલ કોલેજ, મણિપાલ ખાતે એમ.ડી. સાયકિયાટ્રી અભ્યાસક્રમમાં ઉત્તમ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત Best Outgoing Postgraduate Resident in Psychiatry ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમની આ સિદ્ધિએ રાજકોટ તથા સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ કર્યું છે.
કેએમસી મણિપાલના સાયકિયાટ્રી વિભાગ દ્વારા આ ગોલ્ડ મેડલ તેમના ઉત્તમ અભ્યાસ, દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલ સેવા, અભ્યાસ દરમિયાનના શ્રેષ્ઠ પ્રદર્શન તેમજ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો છે.
હવે એમ.ડી. સાયકિયાટ્રીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને તેમણે ફરી એકવાર રાજકોટ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષકો, માર્ગદર્શકો, મિત્રો તથા શુભેચ્છકોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ડો. રાજવીએ પોતાની સફળતા પાછળ પરિવાર અને માર્ગદર્શકોના સતત સહયોગને મહત્વપૂર્ણ ગણાવી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ