ભારતની અગ્રણી મહિલા વસ્ત્રોની બ્રાન્ડ્સ પૈકી એક, ક્રાઉસ જીન્સ દ્વારા રાજકોટમાં તેનો પ્રથમ હાઇ સ્ટ્રીટ સ્ટોર ખોલવામાં આવ્યો છે, જે શહેરના એક અગ્રણી રિટેલ હબ શક્તિ આર્કેડ ખાતે સ્થિત છે. આ લોન્ચ સાથે, આ બ્રાન્ડ તેની ડેનિમ-આધારિત ફેશન ઓફરો રાજ્યના ત્રણ સ્ટોર્સ (બે સ્ટોર્સ વડોદરામાં છે) અને સમગ્ર ભારતમાં 30 સ્ટોર્સમાં ઉપલબ્ધ અને સુલભ બનાવે છે. નવા સ્ટોરના ભવ્ય ઉદઘાટનની ઉજવણી કરવા માટે, ગ્રાહકો તેની વિશિષ્ટ ઉદ્ઘાટન ઑફર્સનો આનંદ માણી શકે છે, જેમાં રૂા.3290 ની ખરીદી પર રૂા.500 ની છૂટ, રૂા.5790 ની ખરીદી પર રૂા.1000 ની છૂટ અને રૂા.9990 અને તેથી વધુની ખરીદી પર રૂા.2000 ની છૂટનો સમાવેશ થાય છે.
ક્રાઉસ જીન્સના સ્થાપક રવિ પંજાબીએ જણાવ્યું કે , આજના વિકસિત બજારો ક્રાઉસની વૃદ્ધિ યાત્રાનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે, અને રાજકોટમાં ઉચ્ચ સંભાવનાઓ, ફેશનની ભવ્ય પસંદગીઓ અને સમજદાર ગ્રાહકો ધરાવતું શહેર રહ્યું છે.
