ચૂંટણી લડવાના જેના કોઇ ઠેકાણા ન હતા, ટીકીટ કાપીને અન્ય ઉમેદવારને મુકી દેવાયા હતા પણ ફોર્મ ભરવા આડે બાકી એક કલાક પહેલા સતાવાર ઉમેદવારને કાપીને ટીકીટ લઇ આવનાર નેહલ શુક્લે વટભેર મેયરપદ મેળવ્યુ
રાજકોટના રાજકારણમાં ખાસ કરીને મહાનગરપાલિકામાં ફરી એકવખત ‘શુક્યોદય’ થયો છે. જૂના જોગીઓમાં ધુરંધર કહેવાતા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચિમનભાઇ શુક્લના પરિવારને છેલ્લા ઘણા સમયથી સાઇડલાઇન કરવા માટે એક ચોક્કસ જૂથના તમામ હથકંડા વચ્ચે એવી વ્યક્તિ કે મનપાની ચૂંટણીમાં ટીકીટ કપાઇ ગઇ હતી અને ફોર્મ ભરવાના અડધો કલાક પહેલા જ સતાવાર જાહેર થયેલા ઉમેદવારની કાપીને વટથી ટીકીટ લઇ આવનાર નેહલ શુક્લે મેયર તાજ પણ વટથી પહેર્યો છે. શુક્લ પરિવારનો રૂપાણી પરિવાર સાથે ઘનિષ્ઠ નાતો છે. રૂપાણી જૂથને કટ ટુ સાઇઝ કરવા માટે પ્રદેશ કક્ષાના આંતરિક રાજકારણ વખતથી જ શુક્લ પરિવારને પણ હાસ્યામાં ધકેલી દેવામા આવ્યો હતો. પરંતુ રાજકોટના રાજકારણમાં મનપાની ચૂંટણી વખતથી ફરી એકવખત એક વળાંક આવ્યો છે અને શહેર સંગઠનના આંતરિક જૂથના એક ડઝન દાવેદારોમાંથી નેહલ શુક્લે જે રીતે ટીકીટ મેળવવામા વટ દેખાડ્યો હતો તેવી જ રીતે મેયરપદ મેળવવામા પણ ધુરંધર-2 સાબિત થયા છે.
નેહલ શુકલએ ફરી ધુરંધરની જેમ મેયર પદે એન્ટ્રી કરતા ભાજપના એક વર્ગમાં સોંપો પડી ગયો હતો. પ્રથમ ટર્મમાં શાસક પક્ષની ભુલો બદલ પણ કાન ખેંચવામાં પાછી પાની નહીં કરનારા નેહલ શુકલના નામની જાહેરાત સાથે હવે મનપામાં શાસનનો નવો યુગ શરૂ થઇ જશે તેમ પણ માનવામાં આવે છે. વોર્ડ નં.7ના ઉમેદવાર તરીકે નેહલ શુકલનું નામ પાર્ટીએ રદ્દ કર્યુ હતું પરંતુ ફોર્મ ભરવાના દિવસે શૈલેષ જાનીને ફોર્મ ન ભરવા અને નેહલ શુકલને ફોર્મ ભરવા ઉપરથી ફોન આવી જતા નેહલ શુકલએ એન્ટ્રી મારી હતી. તેમનું નામ કાપનારાના હાથ હેઠા પડયા હતા. આ બાદ જુના રાજકોટના ભાજપના ગઢ જેવા વોર્ડ નં.7માં નેહલ શુકલ ફરી મોટી લીડ સાથે ચૂંટાઇ આવતા બીજા જ દિવસથી નેહલ શુકલ રાજકોટના મેયર બનશે તેવી ચર્ચા શરૂ થઇ હતી. પરંતુ આ બાદ ગઇકાલ સુધી એક ડઝન દાવેદારોના નામ રેસમાં હતા.
મેયર પદ માટે જે નામો ચર્ચામાં હતા તે દુર થઇ ગયા હતા અને નેહલ શુકલનું નામ જાહેર થયું હતું જે રીતે તેઓએ વોર્ડ નં.7ની ટીકીટ મેળવીને એન્ટ્રી કરી તે જ રીતે મેયર પદે પણ તેઓએ સીધી એન્ટ્રી કર્યાની છાપ ઉપસી હતી. ડે.મેયર પદ માટે દક્ષાબેન વસાણીનું નામ લગભગ નકકી જ હતું. તો નેતા પદે હિરેન ખીમાણીયા અન્ય હરીફોથી આગળ નીકળી ગયા હતા. વોર્ડ નં.18ના રીપીટ કોર્પોરેટર સંજયસિંહ રાણાને ક્ષત્રિય સમાજ માટે દંડક પદ આપવામાં આવ્યું છે. તેમનું નામ પણ આશ્ચર્ય સાથે જાહેર થયું છે. આજે મીટીંગમાં ખેંચતાણ સ્ટે.ચેરમેન પદ માટે થયાનું જાણવા મળ્યું હતું. ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોન વચ્ચે ખેંચાખેંચી થઇ હતી. સૌ પહેલા વોર્ડ નં.પના દિલીપ લુણાગરીયાનું નામ હતું, પરંતુ આ નામ સર્વ સ્વીકાર્ય ન બનતા વોર્ડ નં.14ના કેતન પટેલનું નામ મુકવામાં આવ્યું હતું. આ નામ ઉપર પણ સંમતિ ન થતા આશ્ચર્ય વચ્ચે વોર્ડ નં.6ના કોર્પોરેટર પરેશ પીપળીયા (પી.પી.)નું નામ જાહેર થઇ ગયું હતું.
આ રીતે મેયર અને ચેરમેનના નામોથી ઘણાને સરપ્રાઇઝ પણ લાગી હતી. આજે જે પાંચ પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તેમાંથી એક માત્ર હિરેન ખીમાણીયા ગત ટર્મમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન રહી ચૂકયા છે. આ સિવાય મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન કે દંડક કોઇ સમિતિના ચેરમેન પણ રહ્યા નથી. જોકે શુકલ સ્થાયી સમિતિના ચેરમેન હતા.
છખઈના ઇતિહાસમાં પ્રથમ વખત સામાકાંઠા વિસ્તારને મળ્યુ સ્ટેન્ડીંગ ચેરમેનપદ
રાજકોટ મનપામાં સ્ટેન્ડીંગ ચેરમેનપદ મનપાના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત સામાકાંઠા વિસ્તારના નગરસેવકને નસીબ થયુ છે. સૌપ્રથમ અશ્વિનભાઈ નરભેશંકર મહેતા, કાંતિભાઈ દયારામ જાની, વિનોદભાઈ નાનાલાલ શેઠ, રમણીકભાઈ મગનલાલ પંડ્યો, વિનોદભાઈ નાનાલાલ શેઠ, વિજયભાઈ રમણીકલાલ રૂપાણી, વિજયભાઈ રમણીકલાલ રૂપાણી, જનકભાઈ મોરારજીભાઈ કોટક, મનસુખલાલ કરસનભાઈ પટેલ , ધનસુખભાઈ ચુનીભાઈ ભંડેરી, બીપીનભાઈ કાંતીલાલ અઢીયા, લાધાભાઈ જાદવભાઈ, બોરસદીયા પટેલ, મેઘજીભાઈ રણમલભાઈ રાઠોડ, મેઘજીભાઈ રણમલભાઈ રાઠોડ, ઈન્દ્રઈનીલ સંજયભાઈ રાજયગુરૂ, યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા, દાનાભાઈ નારણભાઈ કુંગશીયા, નીતિનભાઈ ગણપતભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ પ્રભાતભાઈ કાનગડ, ડો.જૈમન ઉમીયાશંકર ઉપાધ્યાકય, કમલેશ શશીકાંતભાઈ મીરાણી, કશ્યાપ ચીમનભાઈ શુકલ, નરેન્દ્ર ભાઈ એમ. સોલંકી, ડો. જૈમન ઉમીયાશંકર ઉપાધ્યાલય, ડો. જૈમન ઉમીયાશંકર ઉપાધ્યાલય, રાજેન્દ્રઈસિંહ લખધીરસિંહ ઝાલા, રાજેન્દ્રૈસિંહ લખધીરસિંહ ઝાલા, નીતિનભાઈ ગણપતભાઈ ભારદ્વાજ, પુષ્કપરભાઈ હરિભાઈ પટેલ અને છેલ્લે જયમીનભાઇ ઠાકરને સ્ટેન્ડીંગ ચેરમેનપદ મળી ચુક્યુ છે. પરેશભાઇ પીપળિયા એવા પ્રથમ નગરસેવક છે કે જે સામાકાંઠેના વિસ્તારમાંથી ચૂંટાઇને સ્ટેન્ડીંગ ચેરમેનપદ મેળવ્યુ છે
નારાજ નેતાઓને મનાવવા શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ચાલુ સંકલન મિટિંગ મુકીને બહાર નીકળવાની ફરજ પડી
નામ જાહેર થતા જ સંકલનમાં તડા
રાજકોટ મનપાના શાસકોનું સંગઠન અને શહેર ભાજપનું સંગઠન આ બન્ને વચ્ચે સંકલનના તાંતણા ફરી એકવખત ડગમગ્યા હોવાનું આજે જ્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, નેતા અને દંડકના નામ જાહેરાત થતાની સાથે જ જોવા મળ્યુ હતુ. ટીકીટની જેમ હોદા માટે પણ ધારાસભ્યો સહિતનાનું પોતે સુચવેલા ચહેરાને મુકવા દબાણ વચ્ચે આજે જ્યારે નામની જાહેરાત થઇ એ સાથે જ સંકલનની ચાલુ બેઠકે નારાજગીનો વંટોળ ફૂંકાયો હતો.
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ સહિતના નેતાઓ બહાર નીકળી ગયા હતા. શહેર ભાજપ પ્રમુખ માધવ દવને પણ મનામણા કરવા ચાલુ મિટિંગે બહાર નીકળવુ પડ્યુ હતુ. જો કે ગણતરીની મિનિટોમાં જ ઘીના ઠામમાં ઘી તો પડી ગયુ પણ આ ઘટના એવો ચોક્કસ અંદેશો આપી જાય છે કે, છેલ્લી ઘડીની આખરી પસંદગીએ કેટલાય નેતાઓને આંચકો જરૂર લાગ્યો છે
અન્ય સિનિયર કોર્પોરેટરોના ચહેરા પર દેખાઇ સ્પષ્ટ નારાજગી
આમતો મેયર સહિતના મુખ્ય પાંચેય હોદા પર બીજી ટર્મના જ નગરસેવકોને તક આપવામા આવી છે. આમછતા અન્ય સિનિયર કોર્પોરેટરો જેમકે કેતનભાઇ પટેલ, કાળુભાઇ કુંગશિયા, દિલીપભાઇ લુણાગરિયા, જ્યોત્સનાબેન ટીલાળા, મિતલબેન લાઠિયા, કિર્તીબા રાણા, ભારતીબેન પરસાણા સહિતના હોદા ઇચ્છુક સભ્યોના ચહેરા પર નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી. કોર્પોરેટરોની સંકલનની મિટિંગમાં હોદો ન મળનાર સિનિયર નગરસેવકોના મોઢા જોયા જેવા હતા. જો કે તમારો મારીને ગાલ લાલ રાખીને અસંતોષ-નારાજગીનો ઘુંટડો પી ગયા હોવાનું સ્પષ્ટ દેખાતુ હતુ.
રાજકોટના વિકાસને વધુ વેગવંતો બનાવવામા આવશે : સ્ટે.ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાની સૌથી મહત્વાપૂર્ણ ગણાતી સ્ટેસન્ડિંમગ કમિટિના ચેરમેન તરીકે વોર્ડ નં. 6ના સિનિયર કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળિયાની વરણી કરવામાં આવી છે. આ તકે ચેરમેન પીપળિયાએ કહ્યુ હતુ કે, જે રીતે રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેને વધુ વેગવંતો બનાવવા માટે મારો સતત પ્રયાસ રહેશે.
મુખ્યસ પાંચ પદાધિકારીઓની વરણીમાં ભાજપે ત્રણેય ઝોન અને ચારેય વિધાનસભા બેઠકોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. નવનિયુક્તળ ચેરમેન પરેશભાઈ પીપળિયાએ રાજકોટની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવાનો કોલ આપ્યો્ છે. ગત બોડીના બીજા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન નયનાબેન પેઢડિયાને મેયરપદ અપાઈ સામાકાંઠા વિસ્તાકરને પ્રથમ નાગરિકનું સ્થાપન મળ્યુંગ હતું. હવે આ ટર્મમાં સ્ટે ન્ડિંપગ કમિટિનું મહત્વરપૂર્ણ પદ પણ સામાકાંઠા વિસ્તાંરના ફાળે જતા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે. પરેશભાઈ પીપળિયા સતત બીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. લેઉવા પટેલ સમાજમાંથી આવતા 49 વર્ષીય પરેશભાઈ વિશે રાજકીય વર્તુળોમાં તેમની કોઠાસૂઝ અને સંગઠન ક્ષમતાની ચર્ચા થાય છે. ચેરમેન તરીકેની નિમણૂક બાદ તેમણે શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યવક્ત કરી હતી.
અંતિમ ક્ષણે પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધ દવેનો ફોન આવ્યો, ત્યાં સુધી રહી ઉતેજના
આ સંકલન બેઠકમાં ભાજપના જીતેલા તમામ કોર્પોરેટર, ધારાસભ્યો, આ ઉપરાંત પૂર્વ પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના પૂર્વ હોદેદારો, વર્તમાન હોદેદારો હાજર હતા. સામાન્ય રીતે પ્રભારી દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રભારી રાજકોટ આવી શક્યા નહોતા તેથી ઝોન મહામંત્રી અનિરુધ્ધ દવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત દરમ્યાન માત્ર ભાજપના આગેવાનો હોલની અંદર ઉપસ્થિત હતા અને મીડિયાને અંદર એન્ટ્રી આપવામાં આવી ન્હોતી. હવે તેમાં વિલંબ શા માટે થયો ? રાજકોટ અને ભાવનગરના નામની જાહેરાત છેલ્લે કરવામાં આવી હતી. આ પાછળ ભાજપના સૂત્રો તરફથી જાણવા મળ્યું કે પ્રદેશ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અનિરુધ્ધ દવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હોવાથી તેઓએ કાર્યક્રમ પૂરો કર્યા બાદ ફોન કરીને જાહેરાત કરી હતી. તેઓએ તમામ કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોને સંબોધિત કરી અને ફોન પર નવી ટીમની જાહેરાત કરી હતી. મેયરપદ માટે છેલ્લે સુધી પસંદગીની ધમાસાણ ચાલી. કોને રાજી કરવા અને રાજી કરવાથી કોણ નારાજ થશે? તેવી કસમકસ વચ્ચે અંતે મેયરપદની જાહેરાત થઇ હતી
મેયર બનતા જ નેહલ શુકલ રાજકીય ગુરુ સ્વ.વિજયભાઈના નિવાસ્થાને ગયા
સ્વ. વિજયભાઈને વંદન કરી મેળવ્યા આશીર્વાદ : અંજલીબેને કર્યું “વિજયતિલક”
મેયર પદ પર નિયુક્ત થયેલ નેહલ શુક્લ વિજયભાઈના નિવાસ્થાને પહોંચી ભાવાંજલિ અર્પિત કરી હતી. સાથોસાથ અંજલીબેન રૂપાણીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ પ્રસંગે મેહુલ રૂપાણી, બીનાબેન આચાર્ય પણ હાજર રહ્યા હતા. એટલે કહી શકાય કે મેયર બંધની સાથે જ નેહલ શુકલ મૂળ ગોતરાઈએ પહોંચ્યા.
રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લએ પદભાર સંભાળતાની સાથે સ્વ.વિજય રૂપાણીના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. ડો.નેહલ શુક્લએ સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં અંજલીબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડો.નેહલ શુક્લને ’વિજય’ તિલક કરીને તેની પીઠ થાબડી પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત સાથે જ રાજકોટના રાજકારણમાં શુક્લ તેમજ રૂપાણી પરિવારનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. સ્વ.વિજયભાઇ નેહલભાઇના રાજકીય ગુરૂ અને માર્ગદર્શન રહ્યા હતા.
સ્ટેન્ડીંગ કમિટીના 12 પૈકી 8 સભ્યોને લાગી લોટરી, પ્રથમ ટર્મમાં જ સભ્યપદ
આજે રાજકોટને ર3માં મેયર, 3પ માં ડેપ્યુજટી મેયર તથા 36 માં સ્ટેવન્ડિંગ કમિટીના સભ્યોભની પણ વરણી કરવામાં આવતા 1ર પૈકી 8 સભ્યોઘ પ્રથમ વખત કોર્પોરેટર બનતાની સાથે મનપાની મહત્વ2ની ગણાતી સ્ટેાન્ડિંગ કમિટીમાં સ્થા ન મળ્યુી છે. 1ર સભ્યોા પૈકી પરેશ પીપળીયા, વર્ષાબેન પાંધી, રાજુભાઇ અઘેરા તથા અંજનાબેન મોરઝરીયા બીજી ટર્મના અનુભવી નગરસેવક છે. જયારે ભરત લીંબાસીયા, નિલેશ હેરભા, સંજય ચાવડા, ધૈર્ય પારેખ, માધવીબેન બદ્રકીયા, કૌશીક ટાંક, ચંદાબેન વાળા તથા કીશન ટીલવા સહિતના સભ્યોર પ્રથમ વખત ચૂંટણી લડયા અને સભ્યધ તરીકે સ્થાીન મળયું હતું.
મેયરનો હોદો સંભાળ્યાના એક જ કલાકમાં અધિકારીઓની મિટિંગ બોલાવી
નેહલ શુક્લ ચાર્જ સંભાળતા જ એકશનમાં
બજેટ પૈકીના ક્યા પ્રોજેક્ટ, ક્યા કામ ક્યા સ્ટેજ પર છે? તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આપવા આદેશ
રાજકોટ મનપામાં ગત ટર્મમાં માત્ર સ્ટેન્ડીંગ ચેરમેનના સભ્યપદે રહીને પણ ધણધણાવી નાખનાર નેહલ શુક્લના હાથમાં હવે તો મનપામાં સતાનુ આખુ સુકાન આવી ગયુ છે. તેઓ આજે મેયરપદ સંભાળતાની સાથે જ એકશનમાં આવી ગયા હતા. મેયરની ખુરશી ગ્રહણ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તમામ ડેપ્યુટી મેયર, ચારેય સિટી ઇજનેર, વિવિધ વિભાગના વડા સહિતના અધિકારીઓની તાબડતોબ મિટિંગ બોલાવી હતી. હાલ બજેટ પૈકી ક્યા કામ, ક્યા પ્રોજેક્ટ ક્યા સ્ટેજ પર છે? તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આપવા માટે અધિકારીઓને સુચના આપી હતી.
મનપાના પેટ્રોલ-ડિઝલના ખર્ચમાં મુકાશે 70 ટકા કાપ મેયરે જાહેર કર્યો તત્કાલ નિર્ધાર
નવનિયુક્ત મેયર નેહલ શુક્લે મીડિયાને આપેલા એક ટુંકા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇંધણમાં કરકસર કરવાની રાષ્ટ્રજોગ અપિલ કરી છે. મારૂ સૌથી પહેલુ કામ એ જ હશે કે મનપાને જે પેટ્રોલ-ડિઝલ સહિત ઇંધણનો જે ખર્ચ આવે છે તેમા 70 ટકા કાપ મુકવામા આવશે. માત્ર અધિકારીઓ જ નહીં પણ પદાધિકારીઓને મળતી કારની સવલતમાં પણ ઇંધણનો ધુમાડો ઓછો થાય તેવુ આયોજન કરાશે. મેયરના આ નિર્ધારથી મનપાના એવા અધિકારી કે જેમને કારની સુવિધા મળતી ન હોવા છતા ફિલ્ડવર્ક કે ફિલ્ડવર્કના બહાને મનપાની કારનો ઉપયોગ કરી રહ્યા છે એ તમામ અધિકારીઓની આવી સુવિધા બંધ થવાની છે એ નક્કી વાત છે.
સાંઢિયાપુલ વહેલામા વહેલી તકે ચાલુ થઇ જશે
સાંઢિયાપુલ તૈયાર હોવા છતા નવા હોદેદારોની નિયુક્તિની જ રાહ જોવામા લોકાર્પણ થતુ નથી? તેવા એક સવાલનો જવાબ આપતા મેયર નેહલ શુક્લે કહ્યુ હતુ કે, હાલ સાંઢિયાપુલનું સ્ટેટસ મને ખબર નથી પણ જે આ પ્રોજેક્ટ સંભાળે છે તે સંબંધિત અધિકારીને અત્યારે જ મિટિંગમાં બોલાવ્યા છે. સાંઢિયાપુલનું વહેલામા વહેલી તકે લોકાર્પણ થઇ જશે. અન્ય વિકાસ કામ માટે પણ પ્રોગસની એક ચોક્કસ સમયમર્યાદા(ડેડલાઇન) અધિકારીને આપવામા આવશે.
વડાપ્રધાનના અનુરોધના પગલે અમુક કોર્પોરેટર સાઇકલ લઈને આવ્યા
વિપક્ષે મેયરને મેલોડી ખવડાવીને આપી શુભેચ્છા
નિષ્ઠાપુર્વક ફરજ બજાવો તેવી અપેક્ષા તેમ કહીને ટોણો પણ માર્યો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસે ગયા હતા એ દરમિયાન ઇટલીના વડાપ્રધાન જ્યોર્જા મેલોનીને મેલોડી ચોકલેટનુ પેકેટ આપ્યુ હતુ. આ વાતને લઇને દેશભરમાં ભારે વ્યગાંત્મક વાયરલ થયુ હતુ. આજે જ્યારે નવા હોદેદારોની જાહેરાત થતા જ કોંગ્રેસના નેતા રણજીતભાઇ મુંધવા સહિતના કાર્યકર્તાઓ મેલોડી ચોકલેટ લઇને આવ્યા હતા અને મેયરને આ ચોકલેટથી મીઠુ મોઢુ કરાવી શુભેચ્છા આપવાની સાથે એવો ટોણો પણ માર્યો હતો કે, નિષ્ઠાપુર્વક ફરજ બજાવો તેવી વિપક્ષને અપેક્ષા છે.
જૂના જોગીઓની મનપામાં રિ-એન્ટ્રી
સંકલનમાં તૂટેલા તાંતણા સાંધવા મનપા કચેરીએ દોડી આવવુ પડ્યું
રાજકોટ મનપામાં ભાજપના રાજકારણમાં છેલ્લા પાંચ વર્ષથી સિનારિયો બદલ્યો હતો. જૂના જોગીઓ સાઇડલાઇન હતા. મનપા કચેરીમાં ન ડોકાવા જાણે ઉપરથી જ સુચના હોય તેમ છેલ્લા કેટલાક સમયથી મનપા કચેરીની શાસકપક્ષની લોબીમાં દેખાતા ન હતા તેવા જૂના જોગીઓએ ફરી મનપામાં રિ-એન્ટ્રી કરી છે. આજે સંકલનમાં સ્હેજ એવા આંતરિક તણખા ઝર્યા હતા. એ પછી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, નીતિનભાઇ ભારદ્વાજ, મુકેશભાઇ દોશી, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, ઉમેશ રાજ્યગુરુ, ડો.જયમીન ઠાકર, કમલેશ જોષીપુરા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા સહિતના જૂના જોગીઓ મનપા કચેરીએ દોડી આવ્યા હતા. ચિત્ર એવુ ઉપસાવવમા આવ્યુ હતુ કે, જૂના જોગીઓ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા આપવા આવ્યા છે. પણ અંદરખાને આંતરિક સંકલનના તાંતણા સાંધવા માટે આવ્યા હતા. જૂના જોગીઓ ઉપરાંત ગત ટર્મમાં ચૂંટણી લડી ચુકેલા અને આ વખતે ટીકીટ કપાતા નારાજ થયેલા પૂર્વ નગરસેવકો પણ ગાલ પર તમાચો મારીને મનપામાં આવ્યા હતા. મને કમને નવા હોદેદારોને શુભેચ્છા પણ આપી હતી. અમે પક્ષથી નારાજ નથી તેવુ દેખાડવા માટે કદાચ નવા હોદેદારો અને જુના જોગીઓ સાથે ફોટોસેશન પણ કર્યુ હતુ અને આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા.
