રાજકોટમાં ગ્રાહકના સ્વાંગમાં જવેલર્સની દુકાનમાંથી સોનાની બુટીની ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા

બુટી અને બાઈક મળી 1.35 લાખનો મુદામાલ જપ્ત, તસ્કર ધારીમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો’તો

રાજકોટના મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલી ’શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ’ નામની દુકાનમાંથી બંટી બબલી ગ્રાહકના સ્વાંગમાં આવી સોનાની બુટ્ટીની ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ઈઈઝટ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે આજ રોજ ચોક્કસ બાતમીના આધારે બંટી-બબલીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ બાઈક મળી કુલ 1.35 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી વિરુધ્ધ અગાઉ વર્ષ 2009માં ધારી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ગત તારીખ 26 મે, 2026ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક આવેલ ’શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ’માંથી કોઈ અજાણ્યા શખ્સ સોનાની બુટી ચોરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ઈઈઝટ ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીને અંજામ આપનાર બંટી-બબલી ટાગોર મેદાન નજીક ઉભા છે, જેથી તાત્કાલિક બન્ને ઝડપીને તેની પાસેથી ચોરી કરેલી સોનાની બુટી મળી આવી હતી.
જેથી પોલીસે આરોપી પોલીસ સ્ટેશન લાવી પૂછતાં તેમનું નામ સાજીદ કેરૂન અને અનીશા કેરૂન હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી કરેલ સોનાની વાહન મળી કુલ 1.35 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી સાજીદ કેરૂન વિરુધ્ધ અગાઉ વર્ષ 2009માં અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે 6.30 વાગ્યે વેપારી ગ્રાહકોને સોનાના ઘરેણાં બતાવી રહ્યા હતા. ગ્રાહક ગયા પછી વેપારી અશોકભાઈ ડિસ્પ્લેમાં વેચવા માટે મૂકેલા દાગીના ચેક કરીને પરત ગોઠવી રહ્યા હતાં, ત્યારે તેમને સોનાની એક બુટ્ટીની જોડી ઓછી હોવાની જાણ થઇ હતી. જેથી પિતા-પુત્ર બંનેએ દુકાનમાં તમામ જગ્યાએ વ્યવસ્થિત તપાસ કરી હતી. પરંતુ બુટ્ટી મળી આવી ન હતી જેથી 22 કેરેટની કુલ 2 ગ્રામ 360 મિલીગ્રામની રૂ.35,000ની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ