6 બીયર ટીન અને રોકડ સહીતનો મુદામાલ જપ્ત: સંચાલક અને મેનેજરની ધરપકડ
શહેરમાં વધુ એક વખત સ્પાના ઓઠા તળે કુટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. એસટી બસ પોર્ટમાં ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં બાતમીને આધારે એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક સહિત બેને પકડી લીધા હતાં.
જાણવા મળ્યા મુજબ એ- ડિવીઝનના હેડકોન્સ. મહેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે બસ પોર્ટના ત્રીજા માળે ગોલ્ડ સ્પામાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલે છે. આ બાતમી પરથી ડમી ગ્રાહકને ત્યાં મોકલ્યો હતો. ખરાઇ બાદ પોલીસ ટીમ ત્રાટકી હતી. કાઉન્ટર પર બેઠેલા શખ્સની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ નરેશ ધર્મેન્દ્રભાઈ રાણા-નેપાળી (ઉ.વ.19-રહે. સાધુ વાસવાણી રોડ, વસંત વાટીકા બ્લોક નં. 101, પહેલો માળ) જણાવ્યું હતું અને પોતે આ સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલા શખ્સે પોતાનું નામ રવિ ભુપતભાઇ ખેરૈયા (ઉ.વ.30-રહે. વિજય પ્લોટ- 9, ગોંડલ રોડ રાજકોટ) જણાવ્યું હતું. તેમજ પોતે આ સ્પાનો સંચાલક હોવાનું કહ્યું હતું.. પોલીસે બંનેને સાથે રાખી રૂૂમ નં. 4 ચેક કરતાં તેમાં એક યુવતિ અને પુરૂૂષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતાં. પુછતાછમાં યુવતિએ પોતે મુળ આસામ અને દિલ્હીની વતની હોવાનું અને હાલ મઢી પાસે રહતી હોવાનું કહ્યું હતું. તેમજ સ્પાનો સંચાલક રવિ પોતાની પાસે દેહ વ્યાપાર કરાવતો હોવાનું અને તે ગ્રાહક પાસેથી 5 હજાર રૂૂપિયા વસુલી પોતાને 1 હજાર આપતો હોવાનું અને 3 હજાર પોતે રાખી 1 હજાર એન્ટ્રી ફ્રીમાં જમા કરાવતો હોવાનું કબુલ્યું હતું.
આ રૂૂમની બાજુના રૂૂમમાં તપાસ કરતાં અન્ય ચાર યુવતિ જોવા મળી હતી. જેણે પોતેમુળ મુંબઇ, નેપાળ, અમદાવાદ અને ઉત્તરાખંડની વતની હોવાનું અને હાલ રાજકોટ હનુમાન મઢી આસપાસ તથા સાધુ વાસવાણી રોડ પર રહેતી હોવાનું કહ્યું હતું. આ યુવતિઓએ પણ પોતાને મેનેજર નરેશ અને સંચાલક રવિ ગ્રાહક દિઠ 1-1 હજાર રૂૂપિયા ચુકવી દેહવેપલો કરાવતાં હોવાનું અને આ બંને ગ્રાહકો પાસેથી 5-5 હજાર રૂૂપિયા વસુલતા હોવાનું કબુલ્યું હતું. પોલીસે કાઉન્ટર પાસે તપાસ કરતાં એક પ્લાસ્ટીકની થેલી પડેલી જોવા મળતાં તેમાં તપાસ કરતાં બડવાઇઝર બીયરના 6 ટીન મળી આવતાં આ બાબતે મેનેજર નરેશ રાણાની પુછતાછ કરતાં તે આ બીયર લાવ્યાનું કબુલ્યું હતું. આ અંગે તેની સામે દારૂૂબંધીનો અલગથી ગુનો નોંધ્યો હતો.
