સરધારમાં 60 બોટલ દારૂ ભરેલી કાર સાથે નામચીન બુટલેગર ઝડપાયો

રાજકોટ જુના માર્કેટ યાર્ડમાં દારૂ વેંચતો હોવાની કબુલાત

શહેરાની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર ગામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 1.65 લાખનો દારૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગર દીલીપ ચંદારાણાને ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં ભૂરા દરબાર પાસેથી દારૂ લઈ જુના માર્કેટિંગ યાર્ડના વેપારીઓને છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની કબૂલાત આપી હતી.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન સરધાર ગામમાં કણબીવાડ, દરબાર ફળીયુ, હનુમાનજીના મંદીર સામે એક વ્યક્તિ ગ્રે કલરની ઈકો કાર લઈ ઉભેલ છે. જે કારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમે સરધાર ગામે કણબીવાડમાં દરોડો પાડી ત્યાં હાજર કારની ડ્રાઈવર સીટ ઉપર એક વ્યક્તિ બેસેલ હોય તેને પકડી કાર ચાલકનું નામ પુછતા પોતે પોતાનું નામ દિલીપ કરશનદાસ ચંદારાણા (રહે, ભગીરથ સોસાયટી શેરી નં.7, સંતકબીર રોડ) હોવાનું જણાવેલ હતું. કારની ઝડતી કરતા કારની પાછળ ડેકીમાંથી વિદેશી દારૂની પાંચ પેટીઓ પડેલ હતી. પોલીસે દારૂૂની 60 બોટલ કબ્જે કરી તે શખ્સની ધરપકડ કરી પુછતાછ કરતા વિદેશી દારૂૂનો જથ્થો અહીં ઢાળીયામાંથી ભુરા દરબાર પાસેથી લીધેલ હોવાનું જણાવતા ઢાળીયામાં તપાસ કરતા ત્યાં ભુરો દરબાર હાજર મળી આવેલ ન હોય પરંતુ ખાખી કલરની વિદેશી દારૂની પેટીઓ પડેલ હોય જે તમામ પેટીઓ ખોલી જોતા અંદરથી દારૂૂની 180 બોટલ દારૂૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ 240 બોટલ દારૂ મળી કુલ રૂૂ.4.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ફરાર થઇ ગયેલ બુટલેગર ભૂરા દરબારની શોધખોળ આદરી હતી. પોલીસ પૂછપરછમાં દીલીપ ચંદારાણાએ આ દારૂ જુના માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ