એનઆરઆઇએ 65 કરોડની છેતરપિંડીના કેસમાં કરેલી જામીન અરજી ફગાવતી અદાલત

રાજકોટના વેપારીને હળદરની ખેતીના પ્રોજેકટની લાલચ આપી 19 શખ્સોએ ઠગાઇ કરી’તી

શહેરના ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામની ખેતી પ્રોડક્ટ લે- વેચની કંપની સાથે હળદરની ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી રૂૂા.65 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલો એનઆરઆઈ પ્રતીક શર્માની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જગન્નાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ચંદ્રમૌલી એપાર્ટમેન્ટમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામની ખેતી પ્રોડક્ટ લે- વેચની કંપની ધરાવતા પ્રશાંતભાઈ કાનાબાર સાથે હળદરના ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી રૂૂા.65 કરોડની છેતરપિંડીની વર્ષ 2021મા 19 આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ હળદરના ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી યુ-ટ્યુબમાં લોભામણાં વીડિયો બતાવી હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવા 54 એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ કરી રૂૂા.65 કરોડનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં પોલી હાઉસ ઉભું નહીં કરી એગ્રીમેન્ટ મુજબ દર વર્ષે 6 વર્ષ સુધી પાકતી મુદતે રકમ જાન્યુઆરી-2021માં આપવાના હતા તે આપ્યા ન હતાં. એટલું જ નહીં ઉઘરાણી કરતાં આરોપીઓએ વાયદાઓ કરી તમારા લેણા નીકળતા રૂૂપિયા ચૂકવી આપશું તેમ કહી 2023, 24 અને 25 મળી 3 વર્ષના એગ્રીમેન્ટ મુજબ ચુકવવાની થતી રકમ નહીં આપી તેના રૂૂા. 64.80 કરોડ ઓળવી જઇ છેતરપિંડી આચરી હતી. રૂૂ.77 લાખ રૂૂપિયા મેળવી લઇ વર્ષ-2023 માં પ્રતિક વિનોદકુમાર શર્મા એ.એસ. એગ્રીમાંથી રાજીનામુ આપી લંડન જતા રહેલા હતા. તા.15/05/ 2026 ના રોજ લુકઆઉટ નોટીસના આધારે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશને તેનો કબ્જો મેળવેલ હતો. જે કેસમાં જમીન મુક્ત થવા એનઆરઆઈ પ્રતીક શર્માએ જામીન અરજી કરી હતી. જે ચાલી જતા પ્રિન્સીપાલ સેશન્સ જજ જે. આર. શાહે આરોપી પ્રતિક વિનોદકુમાર શર્માની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કેસમાં ફરીયાદી વતી વકિલ શ્ર્યામલભાઈ સોનપાલ અને સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ