રાજકોટના કુવાડવા રોડ પર ડાયમંડ સ્ટોરમાં થતો હતો આરોગ્યને જોખમમાં મુકવાનો વેપલો

1 વર્ષ પહેલાની એક્સપાયરી ડેટની બાળકોને પ્રિય ચોકલેટ, પેપસીકોલાનો જંગી જથ્થો પકડાયો
રમકડા આકારની અલગ અલગ પીપરમેન્ટ, ચોકલેટ, વેફલ્સ સહિતની સામગ્રીનો સ્થળ પર જ કરાયો નાશ

પૈસા કમાવવા કેટલાક ભેળસેળિયા વેપારી તત્વો કઇ હદે માનવાતાનું હનન કરી નાંખે છે તેનો વધુ એક વરવો દાખલો આજે રાજકોટમાં બેઠો હતો. પહેલાના જમાનામાં અને આજે પણ બાળકોની અતિપ્રિય એવરગ્રીન એવી પેપસીકોલા ઉપરાંત અલગ અલગ ચોકલેટ, પીપરમેન્ટ સહિતનો એક્સપાયરી ડેટનો જંગી જથ્થો શહેરના કુવાડવા રોડ પર આવેલી ડાયમંડ સ્ટોર નામની પેઢીમાંથી મળી આવ્યો હતો.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મંગળવારે શહેરના કુવાડવા રોડ પર આવેલા સદ્દગુરુ નગર શેરી નં.4માં “ડાયમંડ સ્ટોર” પેઢીની તપાસ કરતા પેઢીમાં ચોકલેટ, વેફલ્સ, હાર્ડ ક્ધફેક્ક્ષ્નરી, સોફ્ટ ક્ધફેક્ક્ષ્નરી, પ્લાસ્ટિકની લાંબી થેલીમાં પેપ્સી તરીકે વેચાતી સિરપ, ફેન્સી રમકડાની પેકિંગમાં આવતી પીપરમેંટ વિગેરે કે જે મોટા ભાગે બાળકો વપરાશ કરતાં હોય તેવી ખાદ્યચિજોનું હોલસેલ વેચાણ થતું જોવા મળેલ. સંગ્રહ કરેલ ઉક્ત ખાદ્યચીજોમાં એક્સપાયરી ડેટ ચકાસતા એક મહિના પહેલાથી માંડીને એક વર્ષ પહેલા એક્સપાયર ડેટ વીતેલ હોય તેવી ચોકલેટ, વેફલ્સ, ક્ધફેક્ક્ષ્નરી, લિક્વિડ પેપ્સી વિગેરે કુલ આશરે 200 કી.ગ્રા. સ્થળ પર જોવા મળેલ. સદર પેઢીના માલિક નિલેષભાઈ જગદીશભાઇ પોપટને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે ૠજઝ સર્ટિ. ધરાવતા ન હોવાનું જણાવેલ. જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
ઉપરાંત એક્સપાયર ડેટ વીતેલ હોય તેવી ચોકલેટ, વેફલ્સ, ક્ધફેક્ક્ષ્નરી, લિક્વિડ પેપ્સી વિગેરે કુલ આશરે 200 કી.ગ્રા. જથ્થો માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તમામ આશરે 200 કી.ગ્રા જથ્થો સ્થળ પર જઠખ શાખાના વાહન દ્વારા નાશ કરવામાં આવેલ.

કટારિયા ચોકડી પાસેના બીટ એન્ડ બાઇટ ફૂડ ઝોનમાં દરોડો, કટારિયા ચોકડી પાસે જીજે-5 સેન્ડવીચ એન્ડ પિઝામાંથી વાસી સામગ્રી મળી
રાજકોટની કટારિયા ચોકડી પાસે આવેલા બીટ એન્ડ બાઇટ ફૂડ ઝોનમાં મનપાની આરોગ્ય ટીમે દરોડો પાડ્યો હતો. એ દરમિયાન ફૂડ ઝોનમાં ચાલતા જીજે-5 સેન્ડવીચ એન્ડ પીઝામાં ચેકીંગ કરવામા આવતા વાસી સોસ, ચટણી, પડતર ફ્રોઝન ફૂડ, પિઝાનું કટીંગ કરેલુ રો-મટીરીયલ્સ, સેન્ડવીચનો તૈયાર કરીને સંગ્રહ કરાયેલો મસાલો સહિતનો 28 કિલો અખાદ્ય જથ્થો પકડાયો હતો. અહીંથી ચીઝ(લુઝ) શંકાસ્પદ લાગતા નમુનો લઇને લેબોરેટરીમાં મોકલી અપાયો છે.

શહેરના સ્લમ અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂલકા બીમારીની પથારીએ નાંખવા વેંચાણનું નેટવર્ક
ભુલકાઓના આરોગ્ય જોખમમાં મુકીને કમાણી કરવાની લ્હાયમાં ચાલતી ડાયમંડ પેઢીના માલિકની કડક પુછપરછ કરતા એવી હકિકત પ્રકાશમાં આવી હતી કે, એક્સપાયરી ડેટનો આ જથ્થો શહેરના આસપાસના સ્લમ વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કરિયાણાની દુકાન વિગેરે જેવા સ્થળે હોલસેલ વેચાણ કરવામા આવતો હતો. વેંચાણ માટે રાખેલ જથ્થામાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ અલગ અલગ 4 પ્રકારની ચોકલેટ/ક્ધફેક્ક્ષ્નરીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ.
રામાપીર ચોકડીથી રૈયાધાર સુધી ખાણીપીણીના 21 ધંધાર્થીને ત્યા ચેકીંગ, ફૂડ લાયસન્સ વગરના 6 ઝપટમાં
રાજકોટના રામાપર ચોકડીથી રૈયાધાર સુધીના વિસ્તારમાં મનપાની ફૂડ શાખાની ટીમ ત્રાટકી હતી. કુલ 21 ધંધાર્થીઓને ત્યા ચેકીંગ કરાયુ હતુ. તેમાથી સાગર ડેરીફાર્મ, નંદની પાણીપુરી, સંતોષી બેકરી, ઠાકરધણી હોટલ, ઠાકરધણી દાળપકવાન, શ્રીનાથજી સોડા સહિત 6 પેઢી પાસે ફૂડ લાયસન્સ ન હતા. આ તમામને નોટિસ ફટકારવામા આવી હતી. જ્યારે અન્ય પેઢી રાજુ દાળપકવાન, શ્રીજી વડાપાંઉ, દેવજીવન હોટલ, દ્વારકાધીશ હોટલ, દ્વારકાધીશ મેડીસીન, નિમાવત મેડીકલ, મોહીની ટ્રેડર્સ, ક્રિષ્ના પ્રોવીઝન સ્ટોર, ક્રિષ્ના અમુલ પાર્લર, દેવસ્ય મેડીકલ, શિવમ માર્ટ, આકાશ ડેરી ફાર્મ અને ગિરીરાજ ફરસાણને ત્યા ચેકીંગ કરાયુ હતુ.

મંગળેશ્વર, બાલાજી એજન્સી અને અતુલ અને સાગર આઇસ્ક્રીમમાંથી સેમ્પલ લેવાયા
શહેરના દોઢસો ફૂટ રિંગરોડ પર બીગબજાર પાસે આવેલા ચંદ્રપાર્ક મેઇન રોડ પર મંગળેશ્વર આઇસ્ક્રીમમાંથી માવામલાઇ અને કેસર પિસ્તા, માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડ. એરિયામાં આવેલી બાલાજી એજન્સીમાંથી ખુશ્બુ ડ્રાય ફ્રુટ કાર્નિવલ આઇસ્ક્રીમ, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે આવેલા સાગર સરબત એન્ડ આઇસ્ક્રીમમાંથી કાજુ અંજીર આઇસ્ક્રીમ અને રોસ્ટેડ આલમન્ડ આઇસ્ક્રીમ તેમજ કોઠારિયા મેઇન રોડ પર નિલકંઠ સિનેમા પાસે આવેલા અતુલ આઇસ્ક્રીમમાંથી સેફરોન ગોલ્ડ આઇસ્ક્રીમ(લુઝ) અને નવરત્ન આઇસ્ક્રીમના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

રિલેટેડ ન્યૂઝ