વિવિપી કોલેજમાં એઆઈ ટુલ્સ વિષય પર વિદ્યાર્થીઓને નિષ્ણાંતોનું માર્ગદર્શન

ગુજકોસ્ટ સ્પોન્સર્ડ ત્રિદિવસીય વર્કશોપ યોજાયો

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગુજકોસ્ટ (ૠઞઉંઈઘજઝ) દ્વારા સ્પોર્ન્સર્ડ (રૂૂ. 40,000/- ના સહાયથી) ત્રણ દિવસીય વર્કશોપનું પાયથોન બેઝ્ડ વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ યુઝિંગ અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટુલ્સ વિષય પર ‘અિશિંતફક્ષત ઈજ્ઞળળયભિય ઈહજ્ઞીમ’ (આર્ટિઝન્સ કોમર્સ ક્લાઉડ) કંપનીના સહયોગથી વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં પ્રથમ દિવસના સેશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના ડો. કોમિલ વોરા (એસોસિયેટ પ્રોફેસર) અને પ્રો. દીક્ષિતા મશરૂ (આસિસ્ટન્ટ પ્રોફેસર) દ્વારા વેબ ડેવલપમેન્ટ યુઝિંગ પાયથોન અને ઈજજ વિશેની પાયાની સમજણ આપવામાં આવી હતી. વર્કશોપના બીજા અને ત્રીજા દિવસે આર્ટિઝન્સ કોમર્સ ક્લાઉડ કંપનીના ઈઘઘ (સી.ઓ.ઓ.) ગૌરવ મખેચાં, વેબ ડેવલપમેન્ટ ટીમના સીનિયર એન્જીનીયર રાજન પરમાર, સંજય સાગઠિયા તથા પ્રકાશ માનકસુરીયા દ્વારા વેબ ડેવલપમેન્ટ માટેના જુદા-જુદા અઈં ટુલ્સના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને લોસ્ટ એન્ડ ફાઉંડ, સીક્રેટ મેસેંજર અને ઈનવેટોરી/ બિલિંગના લાઈવ એપ્લિકેશન બનાવતા શીખવવામાં આવી હતી. આ હેન્ડ્સ-ઓન વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્ર્નોત્તરી પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડો.પિયુષ વણઝારાના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વડા ડો. પરેશ ધોળકિયા, વર્કશોપના કો-ઓર્ડિનેટર ડો.જીગ્નેશ જોષી અને ડો.દિપેશ કામદાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર, ડો.નરેન્દ્રભાઈ દવે તથા ડો.નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ