રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

રાજકોટમાં દારૂ પીધેલી હાલતમાં 4 નસેડી ઝડપાયા
આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન કોઠારિયા સોલવન્ટમાં હુસેની ચોક પાસે રોડ પર ચાર શખ્સો લથડીયા ખાતા મળી આવ્યા હતા. પોલીસે ચારેયને અટકાવી પૂછપરછ કરતા તેના ફૈઝલ દિલાવરભાઇ ફુલાણી, સતીશ બટુકભાઇ ભાખોદરા, નીઝામ ઇસ્માઇલભાઇ ઠાચરીયા અને હીરેન સુરેશભાઇ બાવળીયા હોવાનુ થોથરાતી જીભે જણાવ્યુ હતું. ચારેય શખ્સો નશાની હાલતમાં હોય અને મોઢામાંથી કેફી પ્રવાહી પીધાની ખાટી અને તીવ્ર વાસ આવતી હોય જેથી પોલીસે ચારેયની ધરપકડ કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેસ વિલંબમાં નાખવા મુદ્દે એચડીએફસી બેંકને દંડ
કેસની હકીકત મુજબ આરોપી ભરતભાઈ ગોહીલ વિરૂૂધ્ધ એચડીએફસી બેંક દ્રારા પેમેન્ટ એન્ડ સેલમેન્ટ એકટ-2007 ની કલમ- 25 મુજબ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કેસ હાલ રાજકોટ કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ ચાલુ છે. કેસમાં જયારે ફરીયાદી પક્ષની ઉલટ તપાસ ચાલુ હતી, તેવા મહત્વના તબકકે બેંકના પ્રતિનિધી દ્રારા આવાર-નવાર નવા દસ્તાવેજો રજુ કરવાના બહાના હેઠળ કોર્ટ પાસે વારંવાર મુદતો માંગવામાં આવી રહી હતી. ઇંઉઋઈ બેંક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના કારણે કેસ બિનજરૂૂરી રીતે કોર્ટના અમુલ્ય સમયનો બગાડ કરી રહી હતી અને સમય લંબાતો હતો અને આરોપીને મુશ્ર્કેલીનો સામનો કરવો પડતો હતો. બચાવ પક્ષના વકીલ વિજય કે. રૈયાણી દ્રારા અવાર-નવાર લેવામાં આવેલ મુદતો સામે લેવામાં આવેલ વાંધાઓ અને મૌખિક દલીલો ગ્રાહય રાખી કોર્ટે ફરીયદી બેંકને દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
જીએસટી કૌભાંડમાં આરોપીના આગોતરા રદ
સીજીએસટીના સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા ક્રાઈમ બ્રાંચમાં તા. 30-11- 24ના રોજ ફરિયાદ આપવામાં આવેલી બોગસ ભાડા કરારના આધારે બોગસ પેઢી ઉભી કરી જીએસટી નંબર મેળવી અને પેઢી અને કંપનીઓ સાથે ટ્રાન્જેક્શન દેખાડી ટેક્સ ક્રેડીટ મેળવી હતી. તેમજ સોલંકી એન્ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા 89 ઈ-વે બીલ જનરેટ કરી રૂૂા. 1.27 કરોડનું સરકારને આર્થિક નુક્શાન પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ગુનાના કામે સુરતના અફઝલ રાહિલ નામના શખ્સે પોલીસ ધરપકડની દહેશતથી રાજકોટની અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ મહેશભાઈ જોશી દ્વારા કરવામાં આવેલી દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે અફઝલ રાહિલની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
હૃદયરોગનો હુમલો વધુ એક જીંદગી ભરખી ગયો
ગોંડલ રોડ પર ખોડીયારનગરમાં રહેતાં પંચરત્નભાઈ રામનાથભાઈ પ્રજાપતિ નામનો 42 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર સેન્ટીંગ કામ કરતો હતો તે તરફ ચાલીને જતો હતો તે દરમિયાન બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
એનડીપીએસના ગુનામાં આરોપી જામીન મુક્ત
શહેરમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ સોયબ ઉર્ફે સોયલો ગફારભાઈ ચૌહાણને પોલીસે રૂૂ.1,51,550 કિંમતના 3.031 કી.ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો. અને બી. ડીવીજન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ની કલમ 8(સી), 20(બી) (શશ)બી તથા 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચાર્જશીટ બાદ આરોપીએ સ્પે. કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષની દલીલો અને ટંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટના ન્યાયાધીશે આરોપીને શરતોને આધિન જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીતેન્દ્રસિંહ વી. પરમાર, ઈકબાલ થૈયમ, સચીનભાઈ સોલંકી, ચિરાગભાઈ પી. મેતા, વિજયભાઈ જોષી, એસ. એમ. ડાભી અને મહેશ તાવીયા રોકાયા હતા.
ઉચાપત કેસમાં આરોપી નિર્દોષ
આરોપીઓ રમેશભાઈ રાઠોડ, ચેતન જોશી, સબ્બીર અલીખોજાએ નિવૃત કર્મચારી સી.જી. પંડિતની મળવા પાત્ર રોકડ રકમ રજા બીલથી બનાવી 8-6-2001 થી પાસ થતા રોકડ સરકારી નાણાંની ઉચાપત કરી તેમજ તે નાણા અંગત ઉપયોગમાં વાપરી તેમજ તે રેકર્ડ સાથે ચેડા કરી સરકારી નાણાની ઉચાપત કરી ગુનો આચાર્યો હોવાની ફરીયાદી વિનોદભાઈ પટેલ દ્વારા પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બચાવ પક્ષની રજૂઆતો ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી રમેશભાઈ નાનજીભાઈ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી તરફે સિનિયર એડવોકેટ પી.સી. વ્યાસ, દિપ પી. વ્યાસ, ઓમદેવસિંહ જાડેજા, લીગલ આસિસ્ટન્ટ પ્રિયાબેન કોદાવલા, મુસ્કાનબેન સમા અને ધવલ ધોરિયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ