ગોંડલના કેશવાળા નજીક રિસામણે આવેલી પુત્રીના વિવાદમાં 13 વર્ષના દોહિત્રની હત્યા

બે મામા અને નાનાએ ભાણેજને પથ્થરના ઘા મારી લોથ ઢાળી દીધી: આરોપીઓની ધરપકડ

આટકોટ પોલીસ ની હદ માં આવતા ગોંડલ નાં કેશવાળા અને મેસપર ની સીમ માં માતા પિતાની નજર સામે તેર વર્ષ નાં પુત્ર ની તેના બે મામા તથા નાના અને એક અજાણ્યા શખ્સે પથ્થર નાં ઘા મારી નિર્મમ હત્યા નિપજાવી હતી.બનાવ અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશન નાં પીઆઇ ખાચર ને જાણ થતા તેમણે ગણતરીની કલાકો માં આરોપીઓ ને જડપી લઇ આટકોટ પોલીસ હવાલે કર્યા હતાં. દેવિપુજક પરિવાર ની દિકરી રિસામણે બેઠી હોય આ મુદ્દે કૌટુંબિક તકરાર થતા વાત હત્યા સુધી પહોંચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોટા દડવા રહેતા ભનાભાઇ કરશનભાઇ સોલંકી બાઈક ઉપર પત્નિ હંસાબેન અને પુત્ર નરેન્દ્ર ને લઈ તેમની નાની દિકરી માટે છોકરો જોવા કેશવાળા ભુપતભાઇ વાઘેલા ને ઘરે ગયા હતા.
પરત ફરતી વેળા મેસપરની સીમ માં બાબરા રહેતા તેના સસરા અરજણ કાના તથા બે સાળા પુનાભાઇ તથા અરવિંદભાઈ નો ભેટો થઇ જતા બાઈક થોભાવી કૌટુંબિક મામલે બોલાચાલી થઇ હતી.ભનાભાઇ ની મોટી દિકરીનાં લગ્ન તેના સાળા અરવિંદભાઈ નાં દિકરા સાથે થયા બાદ કેટલાક સમય થી તેણી રિસામણે હોય આ બાબતે બન્ને પરીવાર વચ્ચે કજીયો ચાલતો હતો. દરમ્યાન કેશવાળાથી પરત ફરી રહેલા ભનાભાઇ નો ભેટો સસરા અને બન્ને સાળા સાથે થતા રિસામણે બેઠેલી દિકરીને તેડવા આવતા નાં હોય વાત કરતા વાત વણસી હતી અને ઉગ્ર સ્વરૂપ લેતા ઉશ્કેરાયેલા અરજણભાઇ અને તેના પુત્રો પુનો અને અરવિંદે તેના ભાણેજ નરેન્દ્ર ઉપર પથ્થર વડે વાર કરતા લોહીલુહાણ બનેલા નરેન્દ્ર નું ગંભીર ઇજાઓ ને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. બનાવ બાદ નાના અને મામા નાશી છુટ્યા હતા. નરેન્દ્ર નાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ લવાયો હતો. બનાવ અંગે ની જાણ સુલતાનપુર પોલીસ સ્ટેશન નાં બાહોશ પીઆઇ ખાચર ને થતા તેમણે ગણતરીની કલાકો માં આરોપીઓ ને બાબરા થી જડપી લીધા હતા.બનાવ આટકોટ પોલીસની હદ માં બન્યો હોય આરોપીઓ ને આટકોટ પોલીસ માં સોંપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ