રાજકોટ કેન્સર સોસાયટીમાં પ્રોજેકટ રકતજયોતીનો પ્રારંભ

સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઘર આંગણે
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને સેલ્યૂલર થેરાપી સેન્ટરમાં છેલ્લી સંશોધીત સારવાર

રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ) ખાતે પ્રોજેક્ટ રક્તજ્યોતિ પ્રારંભ કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પ્રથમવાર સંપૂર્ણ સમર્પિત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (ઇખઝ), સેલ્યુલર થેરાપી (ઈઅછ-ઝ ઝવયફિાુ) સાથે હેમેટોલોજી (લોહીના કેન્સરના રોગો) વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ હોસ્પિટલના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગૌરાંગ સંઘવીના નેતૃત્વ હેઠળ તથા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, જેમાં ડો.જે.જે.ક્લારિયા અને અન્ય માનનીય ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને હોસ્પિટલના મેડિકલ ડિરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો. ખ્યાતિ વસાવડાના દૃઢ સંકલ્પ, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને અથાગ પરિશ્રમના પરિણામે સાકાર થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રોજેકટ રક્તજ્યોતિ જેમાં લોહીને લગતા રોગો અને બ્લડ કેન્સરની સારવારને સુલભ બનાવવાનો છે. જેથી દર્દીઓને અમદાવાદ, મુંબઈ અને સુરત જેવા શહેરોમાં જવું પડતું હતું જેની હવે જરૂરીયાત ઓછી રહેશે.
ડો.ખ્યાતી વસાવડાએ જણાવ્યું હતું કે, આ વિભાગમાં હેમેટોલોજી, હેમેટો-ઓન્કોલોજી, બોન મેરો ે ટ્રાન્સપ્લાન્ટ ્ટેશન અને સેલ્યુલર થેરાપીનો સમાવેશ થાય છે જેનું નેતૃત્વ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. નિરાલી ચંદન (ક્લિનિકલ હેમેટોલોજિસ્ટ અને હેમેટો – ઓન્કોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવશે. જેમની ટીમમાં ડો.મહર્ષિ ત્રિવેદી (બાળકો માટેના ઓન્કોલોજિસ્ટ અને હેમેટોલોજિસ્ટ) અને ડો. કેવલ કાલાવડિયા (મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ) નો સમાવેશ થાય છે. તેમની સાથે મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. અદિતી થાનકી અને ડો. પૂજા તન્ના પણ જોડાયેલા રહેશે.
અંતમાં ડો.ખ્યાતી વસાવડાએ જણાવ્યું હતું કે, આ વિભાગમાં વિવિધ લોહીના રોગો અને બ્લડ કેન્સરનું નિદાન તથા સારવાર ઉપલબ્ધ રહેશે જેમાં તીવ્ર (અભીયિં) અને લાંબા સમયથી (ઈવજ્ઞિક્ષશભ) લ્યુકેમિયા, હોજકિન લિમ્ફોમા, નોન-હોજકિન લિમ્ફોમા અને અન્ય લિમ્ફોમા, મલ્ટિપલ માયેલોમા, એપ્લાસ્ટિક એનિમિયા અને બોન મેરો ફેલ્ચર સિન્ડ્રોમ,બાળકોમાં જોવા મળતા વિવિધ હેમેટોલોજીકલ કેન્સર અને રક્ત સંબંધિત રોગો, માયેલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ્સ (ખઉજ), થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિનોપથીઝ, જેમાં સિકલ સેલ ડિસીઝ અને સંબંધિત રોગોનો સમાવેશ થાય છે, હિમોફિલિયા સહિતના રક્તસ્રાવ (ઇહયયમશક્ષલ) સંબંધિત રોગો, રક્ત ગંઠાવા (ઈહજ્ઞિિંંશક્ષલ) સંબંધિત રોગો, વિવિધ જન્મજાત રોગપ્રતિકારક શક્તિની ખામીઓ, સ્ટોરેજ અને મેટાબોલિક ડિસઓર્ડર્સનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ