ઈવનિંગ પોસ્ટના સીનીયર સીટીઝન માટે સંગીત સંધ્યાનું આયોજન

સોમથી રવિવાર ભરચક કાર્યક્રમ

સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટમાં તા. 8 ને સોમવારના રોજ 5:30 કલાકે રાધે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન, તા. 9 ના રોજ 5:30 કલાકે (મોલડી) માસ્ટર્સ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.
તેમજ બુધવારના રોજ 5:30 કલાકે શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્યાનું, ગુરૂવારના રોજ 5:30 કલાકે હનુમંત ક્રિએશન દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત તા. 12 ના રોજ શુક્રવારે 5:30 કલાકે વન મેન શો દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન તથા શનિવારના રોજ 5:30 કલાકે મહાદેવ સોશિયલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. રવિવારના રોજ 5:30 કલાકે દિલ સુંદર ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્ટના ઈન્ચાર્જ મનસુખભાઈ મકવાણા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ