RMC કમિશનરની એક માસની ટ્રેનિંગની ફલશ્રુતિ કેન્દ્રના વિઝનથી રાજકોટના વિકાસ માટે લાભકારી

કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી જેમાં રાજકોટ કોર્પોરેશનને લાભ મેળવવામાં સો કોઠા વિંધવા પડે છે તેમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ લીધેલી ટ્રેનિંગનો લાભ રાજકોટને મળશે

રાજકોટના મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા મસુરીમાં એક મહિના દરમિયાન લીધેલી ટ્રેનિંગ બાદ આજે ફરી મનપાની કામગીરીમાં લાગી ગયા હતા.કર્યો છે. દેશના તમામ આઇ.એ.એસ. અધિકારીઓના તબક્કાદાર ટ્રેનીંગના કાર્યક્રમમાં કમિશનર તુષાર સુમેરા ગયા હતા. આ એક મહિનાની સર્વલક્ષી ટ્રેનિંગ દરમિયાન કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી એવી યોજના કે જેમા રાજકોટ કોર્પોરેશનનો પન્નો ટુંકો પડતો હતો તેમા વધુ અસરકાર રીતે કેન્દ્રની યોજનાનો લાભ કઇ રીતે લેવો તેનો અભ્યસ કરવા મળ્યો હતો. વહીવટી રીતે કેન્દ્ર સરકારની યોજનાઓના ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ તલસ્પર્શી અને ડિટેઇલ અભ્યાસ કર્યો છે. તેમને મળેલુ ત્યા શિક્ષણ અને તાલીમ રાજકોટના ભાવી વિકાસ માટે ખુબ જ લાભદાયી બની શકશે તેવો આશાવાદ કમિશનર તુષાર સુમેરાએ પત્રકારો સાથે થયેલી વાતચીત દરમિયાન વ્યક્ત કર્યો હતો.મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ટ્રેનિંગ દરમિયાન મળેલા અનુભવ, પ્રશિક્ષણથી થનાર ભાવી લાભ સહિતની બાબતો વિષે રસપ્રદ વાતો કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની અગણિત યોજનાઓ છે. તેમાથી અમુક યોજનાઓ લાંબાગાળાની તો અમુક ટુંકાગાળાની છે. કેન્દ્ર સરકાર માગો તેટલી ગ્રાન્ટ આપવા તૈયાર જ છે. આ યોજનાઓ માટે ચોક્કસ નોમ્સ બનેલા છે. કેન્દ્ર સરકારનું વિઝન બહુ વિશાળ છે. અર્બન ડેવલપમેન્ટ તેનો મુળ પાયો છે. મોટાભાગના પ્રોજેક્ટ અર્બન વિકાસ માટેના છે. ટ્રેનિંગ દરમિયાન તેના પર જ ખાસ ફોકસ રાખવામા આવ્યુ હતુ. દેશના મેટ્રો સિટીના સનદી ઓફિસરોના અનુભવ, તેમના હસ્તક થયેલા કામના વિચારોની આપ-લે કરવાની તક ટ્રેનિંગ દરમિયાન મળી હતી. આ તમામ બાબતોથી રાજકોટના મેટ્રો વિકાસ માટે બહુમોટો ફાયદો થશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

વહીવટીની સાથે શારીરિક પણ ટ્રેનિંગ, રોજના 25 હજારથી વધુ સ્ટેપ ચાલવાના થતા’તા
સનદી અધિકારીઓ માટેની આ ખાસ ટ્રેનિંગમાં માત્ર વહીવટી જ નહીં પણ શારીરિક ટ્રેનીંગ પણ મળી જતી હતી. સવારે 6 વાગ્યા પહેલા ઉઠીને જીમ, ત્યારબાદ પહાળ ચઢીને અન્ય જગ્યાએ બ્રેકફાસ્ટ કરવા જવાનું. ફરી પહાળ ઉતરીને નીચે આવી સ્વીમીંગ, યોગા સહિતની શારીરિક કસરત આ ટ્રેનિંગ દરમિયાન થતી હતી. એક રીતે કહીએ તો માનસિક અને શારીરિક બન્ને રીતે ચાર્જ થઇ જવાય તેવુ રહ્યુ તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ