લોધીકામાં પ્રથમ સંકલન બેઠક મળી: તાલુકા સ્તરે વેગ આપવા આયોજન: સંજય પીપળીયા
નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતના
નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે લોધીકા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સ્તરીય સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર સમગ્ર રાજ્ય ના ગ્રામ્ય વિસ્તારોમાં હકારાત્મક અભિગમ સાથે વિકાસ ને નવી ઊંચાઈઓ પર પહોંચાડી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત તથા તાલુકાના અન્ય વિભાગોના અધિકારીઓ સાથે વ્યક્તિગત પરિચય સ્થાપિત કરીને સુમેળપૂર્વકનો સંબંધ વિકસાવવી,તાલુકામાં ચાલતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિ, અમલીકરણની વર્તમાન સ્થિતિ અને આવનારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવવી, વિકાસ કાર્યોમાં આવતી વ્યવહારુ મુશ્ર્કેલીઓ, અવરોધો અને પડકારોને ઓળખી તેમના ઝડપી નિરાકરણ માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરવી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન અને સહકાર વધારીને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવો,વહીવટી કામગીરીને વધુ સરળ,પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.જિલ્લા માં તાલુકા સ્તરે સર્વાંગી વિકાસની નવી ઊર્જા અને નવી ગતિ આપવા આહવાહન કરાયું હતું.મિટિંગ દરમિયાન સંજયભાઈ પીપળીયાએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગનાં અધિકારી સાથે બેઠક કરી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને તમામ મુદ્દાઓ પર સકારાત્મક અને ત્વરિત નિરાકરણ માટે જરૂૂરી સૂચનાઓ આપી. નવ નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા,દંડક તમામ પદાધિકારીઓએ સંકલન મિટિંગની શરૂૂઆત લોધીકા તાલુકાથી શરૂૂ કરીને હવે આગામી દિવસોમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને પદાધિકારીઓની ટીમ સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકાઓમાં આ પ્રકારે સંકલન મિટિંગોનું આયોજન કરશે. આ વ્યાપક અભિયાન દ્વારા જિલ્લાભરમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ ની રાજનીતિને અનુસરીને વિકાસની નવી લહેર ઊભી કરવા,અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે મજબૂત તાલમેલ સ્થાપિત કરવા અને તમામ વિકાસ યોજનાઓને લક્ષ્યાંકિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવશે. આ મિટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઇ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા,જિલ્લા પંચાયત સદસ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા સ્થાનિક અગ્રણીઓ, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
