ગિરિરાજ હોસ્પિટલના ચેરમેન રમેશભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે ત્રણ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયો

ગિરિરાજ હોસ્પિટલ દ્વારા અમારા રમેશભાઈ ઠક્કરના 78મા જન્મદિવસ નિમિત્તે માનવસેવા અને સમાજકલ્યાણના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં ત્રણ સ્થળોએ ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પનું આયોજન રાજકોટ સ્થિત ગિરિરાજ હોસ્પિટલ, મેટોડા ખાતે આવેલ એન્જલ પંપ્સ પ્રાઇવેટ લિમિટેડ તથા શાપર ખાતે આવેલ ભૂમિ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણેય સ્થળોએ મોટી સંખ્યામાં યુવાનો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રક્તદાન કેમ્પ દરમિયાન તમામ રક્તદાતાઓ માટે આરોગ્ય તપાસ, તબીબી માર્ગદર્શન તથા જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. દાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, રક્તદાન એ માત્ર દાન નહીં પરંતુ કોઈના જીવનને નવી આશા આપવાનો પવિત્ર પ્રયાસ છે. સમાજના વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે માટે આવા કેમ્પોનું આયોજન સતત કરવામાં આવશે. ગિરિરાજ હોસ્પિટલ પરિવાર દ્વારા તમામ રક્તદાતાઓ, સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ