કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.8
કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 7,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 25,250, જી 10 34,500, જી20 33,000 અને ટીજે 37 33,000 ઉપર જણાતા હતા. જ્યારે સિંગખોળ રૂ.35,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2695 – 2745, 13 કિગ્રા લેબલ ટીન 2395 – 2645, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2600 – 2650, 13 કિગ્રા નવા ટીન 2340- 2390 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2240 – 2280, પામોલિન તેલ રૂ. 2360 – 2365, કોપરેલ 3900 – 3950, દિવેલ 2270 – 2290, કોર્ન 2250 – 2270, મસ્ટર્ડ ઓઇલ 2380 – 2420 અને સન ફલાવરના ભાવ 2460 – 2480 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં પ્રમાણ
માં વધઘટ જણાતી હતી. દિવેલના ભાવ 1326 – 1336 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 1,800 થી 1,900 ગુણીની આવક હતી જેના ભાવ 1270 થી 1326 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 68,000 થી 70,000 ગુણીની આવક હતી જેના ભાવ 1270 થી 1310 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1334, કડી 1330, કંડલા 1320 – 1325 અને ગિરનારના ભાવ 1335- 1340 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ