રાજકોટના ત્રંબામાં પરસોત્તમ માસ નિમિત્તે સ્નાન કરવા જતી મહિલાઓની રિક્ષા પલટી : છને ઈજા

અકસ્માતમાં ઘવાયેલી મહિલાઓને સારવાર માટે ખસેડાઈ

પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં રહેતાં મહિલાઓ ત્રંબા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કાળીપાટ નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં છ જેટલી મહિલાઓને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા મહિલાઓ રીક્ષામાં બેસી ત્રંબા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ નજીક પહોંચતાં રિક્ષા ાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રીક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર રંજનબેન ચુડાસમાં, મંજુબેન બાબુભાઈ સાંગાણી, રમાબેન શામજીભાઈ, અસ્મિતાબેન વાઘેલા, ભાવનાબેન અને સવિતાબેનને ઈજા પહોંચતાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ