20,736 બોટલ દારૂ અને ટ્રક મળી 46.20 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ : સપ્લાયર અને મંગાવનારની શોધખોળ
રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેક પોસ્ટ પાસેથી 20,736 બોટલ દારૂ ભરેલા ટ્રક ચાલકને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે દારૂ અને ટ્રક મળી 46,20,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત બી. બસિયાએ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે અવાર નવાર જરૂરી સુચના કરેલ જે સુચના અન્વયે તેમજ હાલમાં પ્રોહી તા. 9 થી તા. 12 સુધી પ્રોહી જુગારની ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેમાં વધુને વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવે રાજકોટ શહેરમાં પ્રોહિબીશન-જુગારના વધુને વધુ કેસો કરવા તેમજ પ્રોહી-જુગારની પ્રવૃતિ નાબુદ કરવાની સુચના આપી હતી. પીએસઆઈ આર.કે. ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પોલીસ કોન્સ. સંજયભાઈ ખાટરિયાને મળેલ હકીકતના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે બામણબોર ચેક પોસ્ટથી આશરે એક કી.મી. દૂર રાજકોટ તરફ રામદેવ હોટલ પાસેથી એક ટ્રકમાં કાળી માટી (ખાતર જેવી)ના બાચકાની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની મોટા જથ્થા સાથે સત્પાલ ઠાકરરામ ગોદારા (રહે. લાખો લઈ નાડી ગામ તાલુકો-ધોરીમલ્લા જી. બાલોતરા, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. પોલીસે રૂા. 31.10.400ની કિંમતની 20,736 બોટલ દારૂ અને ટ્રક મળી રૂા. 46,20,400નો મુદદ્દામાલ કબ્જે કર્યો હતો.
