કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં ભેળસેળનો થયો ઓનપેપર ભાંડાફોડ

કહેવાતા ‘શુધ્ધ ઘી’માં વનસ્પતિ તેલની ભેળસેળ હોવાનો ભાંડો સતાવાર રીતે લેબોરેટરી પરિક્ષણમાં ફૂટ્યો

રાજકોટના કેવડાવાડીમાં ગરબી ચોક ખાતે આવેલા ક્રિષ્ના ઘી ભંડાર પેઢીમાં મળતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સતાવાર સાબિત થયુ છે. મનપાની ફૂડ વિભાગ દ્વારા કેવડાવાડી મેઇન રોડ પરના ગરબી ચોકમાં આવેલા “ક્રિષ્ના ઘી ભંડાર”માંથી થોડા દિવસો પહેલા કહેવાતા “શુદ્ધ ઘી (લૂઝ)”નો નમૂનો લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં વનસ્પતિ તેલની હાજરી તથા ઇછ રીડિંગ રિચર્ટ વેલ્યૂ આયોડિન વેલ્યૂ ધારા ધોરણ મુજબ આવેલ ન હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે મનપાએ ક્રિષ્ના ઘી ભંડાર પેઢીના માલિક સામે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

નંદનવનથી વગડ ચોકડી સુધી ફૂડ લાયસન્સ વગરના 9 ધંધાર્થી ઝપટમાં
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના નંદનવન થી વગડ ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. એ દરમિયાન (01) કૂડો’ઝ આઇસ્ક્રીમ, (02)ઢોસા વાલા, (03)ગુરુકૃપા આઇસ્ક્રીમ સોડા, (04)જલારામ સુરતી લોચો, (05)શ્રી હરી પરાઠા, (06)જય મેલડીમાં રસ, (07)ખોડલ રસ, (08)સીતારામ સુરતી ખમણ, (09)અનુ ભાજી પુલાવમાં ફૂડ લાયસન્સ ન હોય ઉક્ત તમામ પેઢીના માલિકોને નોટિસ ફટકારી છે.

રિલેટેડ ન્યૂઝ