બાવળા સાવત્થી તીર્થધામના પ્રેણતા આ.શ્રી જિનચંદ્રસુરિજી મ.ને. ઘુંટણના હાડકામાં ક્રેક થતા કાલે ઓપરેશન : ગુરૂભક્તોને જાપ કરવા અનુરોધ

સુપ્રસિધ્ધ તીર્થ શ્રી સાવત્થી ધામના પ્રણેતા તથા જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ.શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજાને ઘુંટણ ઉપરના હાડકામાં કેક થતા તેમને અમદાવાદની જાયડસ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની સલાહ અનુસાર આવતીકાલ તા.11મીના ગુરૂવારના પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરિજી મ.ના ઘુંટણના હાડકાની કેકનું ઓપરેશન કરવામાં આવશે. મુનિશ્રી અજીતચંદ્ર વિજયજી મહારાજે જણાવેલ છે કે દરેક શ્રધ્ધાળુ ભકતો તથા સાવત્થી પરિવારના સભ્યોએ ગુરુદેવના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ હેતુ નવકાર મહામંત્રના જાપ તથા પ્રાર્થના કરવા અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ