ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ રાજકોટના પ્રમુખ તરીકે ડો. મનસુખ વેકરિયાની વરણી

ચેરપર્સન ડો. વીસાણી, વાઈસ પ્રેસિડન્ટ ડો. શિંગાળા, સેક્રેટરી તરીકે ડો. કિશોર દેવલિયા

ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ રાજકોટના- 2026-2027 ના નવા હોદેદારોને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવેલ જેમાં ફેડરેશન પ્રમુખ પદે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોક્ટોલોજિસ્ટ ડો. એમ.વી વેકરીયા- સેક્રેટરી-ડો. કિશોર દેવલીયા- ચેરપર્સન-ડો. નરેન્દ્ર વીસાણી-વાઇસ પ્રેસીડન્ટ-ડો. મહેશ શિંગાળા સેકેન્ડ વાઇસ પ્રેસીડન્ટ- કોર્પોરેટર ડો. શૈલેષ વસાણી ટ્રેઝટર ડો. સમીર ખૂંટ સહિતના સર્વે હોદેદારોની સર્વોનુમતે વરણી થયેલ છે. ફેડરેશનના 15 માં વર્ષના નવનિયુક્ત હોદેદારો તેમની યાદીમાં જણાવે છે કે આ ફેડરેશન વિવિધ પ્રકારની સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ છે. જેમ કે સમાજ માટે મફત આરોગ્ય કેમ્પ, સેવાકિય મેડીકલ કેમ્પ, સરકાર સાથે રહીને સરકાની ગાઇડલાઇન પ્રમાણે કુપોષિત બાળકોને પોષિત કરવા. તંદુરસ્ત રહેવા માટે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, વિવિધ રોગોના નિદાન અને સારવાર તેમજ યોગ્ય સલાહ માટે સતત કેમ્પ કરતા રહે છે. તેમજ આયુષ ડોકટરોની વિવિધ પ્રકારના રોગો માટેની નવી આધુનિક પદ્ધતિઓ દ્વારા નિદાન તેમજ તેની સારવાર માટે ફેડરેશન દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી દર વર્ષે ગ્રાન્ડ ઈ. ખ. ઊ. ના પ્રોગ્રામ કરવામાં આવે છે. ફેડરેશન ઑફ આયુષ ડોકટર રાજકોટના અલગ અલગ ઝોન વાઇઝ (વિસ્તાર) પ્રમાણે નવ એસો.થી બનેલ છે. જેમાં 1400 જેટલા ડોકટરો મેમ્બરની સ્ટ્રેન્થ ધરાવે છે, આ ફેડરેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા 15 વર્ષથી અવિરત કાર્યરત છે. તેમજ આ ફેડરેશનમાં હોદેદારોની વરણી માટે ઇલેકશન કદી થતું નથી માત્ર સિલેકશન દ્વારા હોદેદારોની વરણી થાય છે. ડો. વેકરીયાની પ્રમુખ પદે આ બીજી વાર વરણી થઇ રહી છે. સાથો સાથ તબીબો માટે તબીબો કાયમી તંદુરસ્ત રહે તે માટે અન્ય પ્રવૃતિઓ જેવી કે ક્રિકેટ મેચ, ઇનડોર ગેમ, વોકાથોન મેરેથોનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સાથે ફેટરેશનના અન્ય હોદેદારો જોઇન્ટ સેક્રેટરી ડો. દેવેશ દોશી સેક્ધડ જોઇન્ટ સેક્રેટરી ડો. ભાવેશ પરમાર અને કારોબારી કમિટિમાં ડો. અરવિંદ ભટ્ટ, ડો. જયેશ રાજયગુરૂૂ, ડો. દેવધર રામોલીયા ની વરણી કરવામાં આવેલ છે. ફેડરેશનનો મુખ્ય હેતુ ‘સર્વે ભવન્તુ સુખીન: અને સર્વ સંતુ નિરામયા’ જે આપણા વેદ પુરાણમાં પણ દર્શાવેલ છે. ’પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’ ને સાર્થક કરવા, સતત ફેડરેશન પ્રયત્નશીલ રહે છે.

રિલેટેડ ન્યૂઝ