પ્રધાનમંત્રીનો સૌથી લાંબો સમયગાળો ધરાવતા મોદી પ્રથમ બિન કોંગ્રેસી બન્યા
દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબો સતત કાર્યકાળ ધરાવતા બિન-કોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપ્યું છે. ગરીબ કલ્યાણ, સુશાસન, સાંસ્કૃતિક પુનર્જાગરણ અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત ના સંકલ્પ સાથે છેલ્લા 12 વર્ષમાં દેશને નવી દિશા અને નવી ગતિ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી જનકલ્યાણકારી યોજનાઓએ દેશના વિકાસનો નવો અધ્યાય રચ્યો છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્ર્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે વડાપ્રધાનએ અંત્યોદયના વિચારને વાસ્તવિકતા બનાવી સમાજના
અંતિમ છેવાડે રહેલા વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ઉઇઝ) જેવી યોજનાઓ દ્વારા કરોડો પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આજે ગરીબોને મફત અનાજ, આરોગ્ય સુરક્ષા, ગેસ કનેક્શન, આવાસ અને પીવાનું શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. વર્ષ 2014ની સરખામણીએ ડિજિટલ પેમેન્ટ્સમાં વિસ્ફોટક વધારો નોંધાયો છે, દેશના બંદરોની ક્ષમતા ત્રણ ગણીથી વધુ થઈ છે, એરપોર્ટની સંખ્યા 74થી વધીને 160થી વધુ થઈ છે, જ્યારે એક્સપ્રેસ-વે નેટવર્ક અને મેટ્રો રેલ વ્યવસ્થામાં અનેકગણો વધારો થયો છે. રેલવે વિદ્યુતીકરણ, ગેસ પાઇપલાઇન, વીજ ઉત્પાદન, સોલાર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, સેમિક્ધડક્ટર ક્ષેત્ર અને સંરક્ષણ નિકાસમાં દેશે નવા કીર્તિમાનો સ્થાપ્યા છે.
