ધસી આવેલા 4 શખ્સોએ પરીણીતાની છેડતી કર્યાના આક્ષેપ સાથે ફરીયાદ
શહેરની એરપોર્ટ ફાટક નજીક ભોમેશ્ર્વર જતા રોડ પર કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી કાર સવાર સાસુ-વહુને માર મારી ફડાકા ઝીંકી લીધા હતા. સ્કૂટર સવાર અજાણી ત્રણ મહિલાઓએ માર માર્યા બાદ અજાણયા ત્રણ-ચાર શખ્સોએ પણ આવી માર મારી પરિણીતાની છેડતી કરી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં સાઇબાબા સોસાયટીમાં રહેતા ભાવનાબેન દાનાભાઇ હુંબલ (ઉ.વ.46)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણી ત્રણ મહિલા અને અજાણયા ત્રણ-ચાર શખ્સો હોવાનુ જણાવ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે ફરિયાદી તેમની બંન્ને પુત્રવધુ રાશી અને આત્મજા અને પૌત્રી ધ્યાના સાથે કાર લઇ યાજ્ઞિક રોડ પર ખરીદી કરવા ગયા હતા. જયાથી પરત ઘરે જતા હતા. ત્યારે એરપોર્ટ ફાટકથી ભોમેશ્ર્વર જતા રોડ પર આગળ સ્કૂટર પર ત્રણ સવારીમાં મહિલા જતી હોય જેથી પુત્રવધુ આત્મજાએ હોર્ન મારતા સ્કૂટર સવાર મહિલાએ ગાળ આપી હતી. જેથી તેને ગાળ આપવાની ના પાડતા જેથી ત્રણ મહિલઓએ કાર રોકી તેમની સાથે અને પુત્રવધુ રાશી સાથે ઝઘડો કરી ફડાકા ઝીંકી લીધાહતા. બાદમાં આ મહિલાઓએ કોઇને ફોન કરતા અજાણયા ત્રણચાર શખ્સો ધસી આવ્યા હતા અને તે શખ્સોએ પણ ઝઘડો કરી માર માર્યો હતો. આ શખ્સોએ પુત્રવધુ રાશીને આબરૂ જાણ તે રીતે શ્પર્સ કરી બંન્ને હાથ પકડી રાખી રોડ પર પછાડી દીધી હતી. જેથી ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ આવી જતા આરોપીઓ ત્યાથી નાશી છૂટ્યા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
