હાઈ-વે પર ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કર્મચારી મુકવા, એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરીડોર બનાવવા કોંગ્રેસની માંગ
રાજકોટ-જેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઇવે પર ચોમાસા દરમિયાન સર્જાતી ટ્રાફિક, રોડ સલામતી અને માર્ગ સુવિધા સંબંધિત ગંભીર સમસ્યાઓને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અને કોંગ્રેસના ડેલીગેશને આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં)ના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે રાજકોટજેતપુર હાઇવે સમગ્ર સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન ધોરી માર્ગ છે. હાઇવેના નિર્માણ માટે આપવામાં આવેલી મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના બે વર્ષનો સમય આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી હજુ અધૂરી છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિકાસ, વેપાર- ઉદ્યોગ, પરિવહન અને સામાન્ય જનજીવનને સીધી અસર થઈ રહી છે. રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ગયા વર્ષ દરમિયાન જ્યાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવે અને ચોમાસા પૂર્વે અસરકારક ઉકેલ અમલમાં મૂકવામાં આવે. હાઇવે પર ચાલતી ઓવરબ્રિજ, અંડરપાસ તથા અન્ય બાંધકામની કામગીરીને કારણે વાહન વ્યવહાર જે સર્વિસ રોડ પરથી પસાર થાય છે તે તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મજબૂતીકરણ, ખાડા પુરવાની કામગીરી, પાણી નિકાલ વ્યવસ્થા તથા જરૂૂરી સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાઇવે પર અનેક સ્થળોએ ખાડા, ધૂળની સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ, અવ્યવસ્થિત ડાયવર્ઝન, અધૂરા ડ્રેનેજ કામો તથા અન્ય તકનિકી ખામીઓ વાહનચાલકો માટે જોખમરૂૂપ બની રહી છે. તેથી ગઇંઅઈં દ્વારા કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપી આ તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોઈ પ્રકારની ઢીલાશ ન રહે તે માટે હાઇવેના અલગ-અલગ કિલોમીટર વિભાગો માટે ગઇંઅઈંના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની સીધી દેખરેખ હેઠળ કામગીરી પૂર્ણ કરાવવાની તેમજ કામગીરી માટે સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. વાહનચાલકોને હાઇવે પર સર્જાતી સમસ્યાઓ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે તે માટે ગઇંઅઈં દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂૂ કરવાની તથા તેના નંબર હાઇવે પર મોટા બેનરો અને સૂચક બોર્ડ મારફતે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ રજૂઆતમા કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત,યુવા કોંગ્રેસના અમિત ચૌધરી, યશ ભીંડોરા, પ્રશીલ રાજદેવ, રોનક રવૈયા, યશ ઉનડકટ જોડાયા હતા . અંતમા કોંગ્રેસ નેતાએ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી. હાઈવે પરના બ્રિજના નિર્માણ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, 25થી વધુ બ્રિજના પ્લાનિંગમાંથી મોટાભાગના બ્રિજનું કામ શરૂૂ થઈ ગયું છે, જ્યારે 3-4 બ્રિજ હાલમાં પ્લાનિંગના તબક્કે છે. કામગીરીના 70% થી વધુ હિસ્સો પૂર્ણ થઈ ચૂક્યો છે. કોરાડ ચોક જેવા ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વધારાની સર્વિસ લેન ઉમેરવા અંગે પણ ગંભીર વિચારણા ચાલી રહી છે.
