શહેરની ભાગોળે માધાપર ચોકડી નજીક ફલેટમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પતા ટીંચતા 8 શખ્સોને રૂા.35 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે.ગોહિલ, એએસઆઇ સંજય દાફડા, વિજયરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન માધાપર ચોકડીથી બેડીચોકડી જતા રસ્તે ધ સ્પેશ એપાર્ટમેન્ટ ફલેટ નં.સી-502માં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચડા મકાન માલિક પ્રતિક ઘનશ્યામભાઇ નીમ્બાર્ક ઉ5રાંત રમેશ લખમણભાઇ જારીયા, ભરત ધીરુભાઇ ટાંક, હરેશ માણસુરભાઇ સોલંકી, દીપક દિનેશભાઇ સોદરવા, મહેશ છગનભાઇ અતવાણી, સાગર ગોરધનભાઇ સરવૈયા અને જય ચંદ્રકાંતભાઇ સુચકને ઝડપી લઇ પટમાંથી રૂા.35100ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
સ્વ. જયમલ પરમારની પુણ્યતિથિ નિમિત્તે આજે સાહિત્ય સેતુ દ્વારા સ્મરણાંજલી કાર્યક્રમ
નામાંકિત લેખકો, સાહિત્યકારો સંસ્મરણો વાગળશે દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય... -
વાવડીથી હાફ રિંગરોડ પર જનતા લોકાર્પણની ચીમકી બાદ અંતે ડિવાઇડર લાઇટ કરાઇ ચાલુ
એક મહિનાથી કામ પુરુ થઇ જવા છતા લોકાર્પણના વાંકે લાઇટીંગ પોલ ધુળ ખાતી હતી, 7 દિવસની... -
રાજકોટ-જેતપુર હાઈ-વેનું કામ પૂર્ણ નહી થતાં ચોમાસામાં સમસ્યા સર્જાશે
હાઈ-વે પર ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કર્મચારી મુકવા, એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરીડોર બનાવવા કોંગ્રેસની માંગ રાજકોટ-જેતપુર...
