આરબીએ પેનલ સામે એક પણ ફોર્મ રજુ ન થતા વરણી: ઠેરઠેરથી શુભેચ્છા
રાજકોટના ક્લેઇમ બાર એસોસિએશનની ચૂંટણી 12મી જુનના રોજ જાહેર થતા જ વકીલોમાં ફરી ચૂંટણી માહોલ જોવા મળ્યો હતો. ક્લેઇમ બાર હસ્તગત કરવા આર.બી.આઈ.ના પ્રમુખ સુમિત વોરા, પૂર્વ પ્રમુખ પરેશ મારું અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ દ્વારા પોતાની પેનલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવી હતી. અને તમામ દાવેદરોએ વાજતે ગાજતે નામાંકન પત્રો પણ ભરી દીધા હતા. પરંતુ સામે પક્ષે એક પણ પેનલ કે સ્વતંત્ર ઉમેદવારે ફોર્મ નહિ ભરતા આરબીએ બિનફરીફ જાહેર થઈ હતી. જેમાં પ્રમુખ પદે નિકુંજ શુક્લા, ઉપપ્રમુખ રક્ષાબેન ઉપાધ્યાય, સેક્રેટરી પ્રિયાંક ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્ર દોરી, ખજાનચી ભાવેશ મકવાણા, કારોબારીમાં મકસુદ પરમાર, મહેશ સિંધવ, કરણ ગઢવી, હેમંત પરમાર, રુદ્ર ભટ્ટ, રાજુ મિયાત્રા અને મહિલા અનામતમાં મૃદુલાબેન મકવાણા બિનહરીફ જાહેર થયા છે. ક્લેઇમ બાર એસોસિએશનના નવનિયુક્ત હોદ્દેદારોને બાર એશો.ના સેક્રેટરી નિલેશ પટેલ, જયેન્દ્ર ગોંડલીયા, પ્રગતિ માકડીયા, કેતન મંડ, યોગેશ ઉદાણી, ક્લેઇમ બારના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, જે. જે. ત્રિવેદી, સુનિલ મોઢા, કલ્પેશ વાઘેલા, શ્ર્યામ ગોહેલ, કે. એલ. વ્યાસ, ઉદય દવે, ગોપાલ ત્રિવેદી, વિશાલ ગોસાઈ, બિમલ જાની, ભાર્ગવ પંડ્યા, સંજય ડાંગર, સ્તવન મહેતા, આર.ડી. ગોહેલ, દિલીપ મહેતા, પરાગ શાહ, કલ્પેશ સાકરીયા, મીનલબેન સોનપાલ, નિશા લુણાગરિયા, કલ્પેશ નસીત અને નૈમિશ જોશી સહિતના સિનિયર જુનિયર વકીલોએ શુભેચ્છા પાઠવી છે.
